Get The App

છત્રાલમાં મેડિકલ સ્ટોરના તાળા તોડી તસ્કરો ત્રણ લાખની ચોરી કરી ફરાર

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
છત્રાલમાં મેડિકલ સ્ટોરના તાળા તોડી તસ્કરો ત્રણ લાખની ચોરી કરી ફરાર 1 - image


પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી

કલોલ :  કલોલ તાલુકાના છત્રાલ ગામે આવેલા રાધે શોપિંગ સેન્ટરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને અહીં ઉમિયા મેડિકલ સ્ટોરના તાળા તોડયા હતા તસ્કરો અહીંથી રોકડા રૃપિયા ત્રણ લાખની ચોરી કરીને ફરાર થઈ જતા આસપાસમાં ચક ચાર મચી જવા પામી હતી બનાવ  અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

કલોલમાં રહેતા અમિતકુમાર જગદીશભાઈ પટેલ તાલુકાના છત્રાલ ગામે રાધેશ્યામ શોપિંગ સેન્ટરમાં ઉમિયા મેડિકલ સ્ટોર ચલાવે છે અને સવારના સમયે તેઓ પોતાના ઘરે હાજર હતા ત્યારે તેમના પાડોશીનો ત્યાંથી ફોન આવ્યો હતો કે તમારા દુકાનના શટલનો નકુચો તૂટેલો છે જેથી તેઓ તાત્કાલિક પોતાની દુકાને દોડી ગયા હતા અને તપાસ હાથ ધરતા દુકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું તેઓ વેપારીને આપવા માટે રોકડા રૃપિયા ૩ લાખ લાવ્યા હતા અને તેઓએ અલગ અલગ બંડલ બનાવીને સ્ટોરના ટેબલના કેસ ડ્રોવરમાં મૂક્યા હતા એ તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ૩ લાખની માતબર રકમ ચોરી કરીને ફરાર થઈ જતા આસપાસમાં ચર્ચા સાથે ચિંતાનો મોજુ ફરી વળ્યું હતું બનાવ અંગે પોલીસે અમિતકુમારની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.


Google NewsGoogle News