દિવાળી માટે મંગાવેલા દારૃના કટિંગ વખતે જ SMCનો દરોડો,દારૃ અને વાહનો મળી 28 લાખની મત્તા સાથે 4 પકડાયા
વડોદરાઃ દિવાળી પૂર્વે દારૃનું મોટેપાયે કટિંગ કરવામાં આવતું હોવાની વિગતોને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદમાં દરોડો પાડી દારૃની ૧૫૮ પેટીઓ અને પાંચ વાહનો મળી કુલ રૃ.૨૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી સેવાસી તરફ જતી કેનાલ નજીક ઝાયડસ પાછળ દારૃનું મોટેપાયે કટિંગ કરવામાં આવી રહ્યું હોવાની વિગતોને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડયો હતો.પોલીસને જોતાં જ બુટલેગરોમાં નાસભાગ મચી હતી.
પોલીસે દારૃ મંગાવનાર હિમાંશુ ભોલો અને કાલુ ટોપી સહિત ચાર જણાને સ્થળ પરથી જ દબોચી લીધા હતા.જ્યારે નામચીન લાલચંદ ઉર્ફે લાલુ સિન્ધી,પરેશ ચકો સહિત અન્ય બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા છે.
પોલીસે સ્થળ પરથી દારૃની પીકઅપ વાન,બે કાર,એક રિક્ષા અને સ્કૂટર સહિત પાંચ વાહનો કબજે કર્યા હતા.જ્યારે,દારૃની ૧૫૮ પેટીઓ કબજે કરી હતી.જેમાં કુલ રૃ.૭.૫૦ લાખની કિંમતની દારૃની ૪૮૧૨ નંગ બોટલો કબજે કરી હતી.બનાવ અંગે મોડી સાંજ સુધી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ કરવામાં આવી રહી હતી.
SMCને જંગી જથ્થો મળ્યો,લક્ષ્મી પુરા પોલીસને માત્ર 6 બોટલ મળી
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડયા ત્યારે લક્ષ્મીપુરા પોલીસે દારૃની માત્ર છ બોટલોનો કેસ કર્યો હતો.ગોત્રીના જૂના વુડાના મકાન પાસે એક શખ્સ દારૃની બોટલો વેચી રહ્યો હોવાની વિગતો મળતાં પોલીસે સવારે દરોડો પાડી ચંદન સંજયભાઇ ઝા ને ઝડપી પાડી તેની પાસે રૃ.૧૫૨૦ ની કિંમતની દારૃની છ બોટલો કબજે કરી હતી.
પકડાયેલા અને વોન્ટેડ આરોપીના નામ
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદમાં એસએમસીએ પાડેલા દરોડામાં પકડાયેલા અને વોન્ટેડ આરોપીના નામો આ મુજબ છે.
પકડાયેલા આરોપીઃ
(૧) હિમાંશુ ઉર્ફે ભોલો દિલીપ અગ્રવાલ (દારૃ મંગાવનાર)(૨) કાલુ ઉર્ફે કાલુ ટોપી સંદરદાસ(દારૃની હેરોફેરીનો મુખ્યા આરોપી) (૩) શૈલેષ અંબાલાલ મહિડા(પીક અપ વાનનો ડ્રાઇવર) અને (૪) મુકેશ બ્રિજલાલ ઉદાસી(દારૃની ગાડી ખાલી કરનાર).
વોન્ટેડ આરોપીઃ
(૧) લાલચંદ ઉર્ફે લાલુ સિન્ધી(દારૃની હેરાફેરી કરનાર)(૨) પરેશ ઉર્ફે ચકો ચૌહાણ (હેરાફેરી કરનાર)(૩) દિનેશ રમેશભાઇ (મુકેશ સાથે સ્કૂટર પર દારૃ લેવા આવનાર) (૪) મોહિત દિલીપ અગ્રવાલ(હિમાંશુનો હેલ્પર) (૫) મનોજ ઉર્ફે પાપડ (દારૃનું કટિંગ કરનાર)(૬) સંજય સિંગ ઉર્ફે અન્નો (હેરાફેરી કરનાર)(૭) કાર્તિક (રિક્ષા લઇ આવનાર) અને (૮) દીપુ લાલવાની(ંકાર લઇ આવનાર).