નંદેસરીમાં સ્ટેટ વિજિલન્સનો દરોડો,1 લાખના દારૃ સાથે પૂર્વ સરપંચના પતિ સહિત 7 પકડાયા

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
નંદેસરીમાં સ્ટેટ વિજિલન્સનો દરોડો,1 લાખના દારૃ સાથે પૂર્વ સરપંચના પતિ સહિત 7 પકડાયા 1 - image

વડોદરાઃ નંદેસરી ચોકડી વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડી રૃ.એક લાખ ઉપરાંતની કિંમતના દારૃ સાથે સાત જણાને ઝડપી પાડતાં નંદેસરી પોલીસ ઉંઘતી પકડાઇ છે.

નંદેસરી વિસ્તારમાં દારૃનો મોટાપાયે ધંધો ચાલી રહ્યો હોવાની વિગતોને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વોચ રાખવામાં આવી હતી.જે દરમિયાન પૂર્વ સરપંચના પતિ વનરાજસિંહ ગોહિલના સર્વિસ સ્ટેશન પાસેથી જ દારૃની ૯૭૯ બોટલ મળી આવી હતી.

પોલીસે મુખ્ય આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે કાલુ પ્રવિણસિંહ ગોહિલ(ક્રુશનગર,નંદેસરી), વનરાજસિંહ ઉદેસિંહ ગોહિલ (રૃપાપુરા, નંદેસરી)રાજુ ભગવાનદાસ સોલંકી(સાકરીયા પુરા),ચિન્ટુ ઉર્ફેપિન્ટુ રમેશભાઇ મૈરાડે(મોટા મહાદેવ,રણોલી),રણછોડ દેવાભાઇ ગોહિલ(સાકરીયાપુરા), જયેશ રણજિતભાઇ સોલંકી(મોટા મહાદેવ, રણોલી) અને નવજોત ઉર્ફે લાલો રાજેન્દ્રસિંહ રાઠોડ(અનગઢ ગામ)ને ઝડપી પાડી છ મોબાઇલ કબજે કર્યા હતા.

આ બનાવમાં પોલીસે અલ્પેશ ઉર્ફે અલ્પો પ્રવિણસિંહ ગોહિલ(ક્રુશ નગર,નંદેસરી) અને દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવો ઉદેસિંહ ગોહિલ (અનગઢ)ને વોન્ટેડ જાહેર કર્યા છે.


Google NewsGoogle News