સ્માર્ટ મીટરનો અનોખી રીતે વિરોધ : કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખે પોતાને જ પટ્ટા વડે મારી જનતાની વેદનાને વાચા આપી
Vadodara Smart Meter Controversy : વડોદરા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા સ્માર્ટ વીજ મિટરના વિરોધમાં જનતાની વેદનાને વાચા માટે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો.
વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર સામેના સ્વયંભૂ વિરોધ અલગ અલગ વિસ્તારમાં થઈ રહ્યો છે વડોદરા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા સ્માર્ટ મિટરના વિરોધમાં જનતાની વેદનાને વાચા માટે પોતાના શરીર ઉપર પટ્ટા અને સાંકળ મારી વિરોધ પ્રદર્શન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરથી ત્રણ ગણું વીજ બિલ આવતું હોવાના આક્ષેપો કર્યો હતો, ગરીબ અને મિડલ ક્લાસને સ્માર્ટ મીટરની કોઈ જાણકારી નથી, સ્માર્ટ મીટર લગાવવા હોય તો ઉદ્યોગપતિઓના ઘરે લગાવો, સરકાર જો વીજ મીટરો લગાવવા માટે બળજબરી કરશે તો અમે ગાંધીનગર સુધી પણ આંદોલન કરીશું.