Get The App

પતિને આપઘાત માટે મજબૂર કરનાર પત્નીને છ વર્ષની સખત કેદ

ખોટો શક રાખી સતત ૧૪ વર્ષથી ત્રાસ આપતી હતી : પતિએ ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું

Updated: May 24th, 2024


Google NewsGoogle News
પતિને આપઘાત માટે મજબૂર કરનાર પત્નીને છ વર્ષની સખત કેદ 1 - image

વડોદરા,પત્ની દ્વારા ખોટા કેસ કરીને  હેરાનગતિ કરવામાં આવતો હતો. સતત ૧૪ વર્ષના ત્રાસથી  કંટાળીને  પતિએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. સ્યૂસાઇડ નોટના આધારે પોલીસે ગુનો દાખલ કરી પત્ની અને સાળાની ધરપકડ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા પત્નીને છ વર્ષની સખત કેદ કરવામાં આવી છે.

પથ્થરગેટ રાવળ મહોલ્લામાં રહેતા રમણભાઇ બબલદાસ રાવળે નવાપુરા પોલીસ સ્ટેશનમાં તા. ૦૫ - ૦૨ - ૨૦૨૧ ના રોજ ફરિયાદ નોંધાવી હતી.જેની વિગત એવી છે કે, તેમના પુત્ર ગોપાલના લગ્ન નર્મદા જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રહેતી મનિષા નામની યુવતી સાથે વર્ષ - ૨૦૦૭ માં થયા હતા. લોકડાઉન સમયે મનિષાએ ખોટા શક રાખી પતિ ગોપાલ સાથે ઝઘડા કરી  હેરાન કરતી હતી. પિયર જતી રહેલી મનિષા ખોટા કેસ કરી માનસિક ત્રાસ આપતી હતી. મનિષાને તેનો ભાઇ ગિરીશ રાવળ મદદ કરતો હતો. મનિષાને ઉશ્કેરવામાં ગિરીશે ભાગ ભજવ્યો હતો. તેણે ગોપાલને જેલમાં પુરાવી દેવાની ધમકી આપી ત્રાસ ગુજારતો હતો. પત્નીના ત્રાસથી  કંટાળીને છેવટે ગોપાલે ગત તા.૦૩ - ૦૨ - ૨૦૨૧ ના રોજ ઘરે બીજા માળે સ્યુસાઇડ નોટ લખી પંખા પર ઓઢણી બાંધી આપઘાત કરી લીધો હતો.  આ અંગે ગુનો દાખલ કરી નવાપુરા પોલીસે મનિષા તથા ગિરીશ ભાઇલાલભાઇ રાવળ ( બંને રહે. રાજપારડી)ની ધરપકડ કરી કોર્ટમાં તેઓ વિરૃદ્ધ ચાર્જશીટ કરી હતી. આ કેસ એડિશનલ સેશન્સ જજ બી.આર.રાજપૂતની અદાલતમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ સ્મૃતિ ત્રિવેદીની રજૂઆતો અને પુરાવાઓને ધ્યાને લઇ પત્ની મનિષાને છ વર્ષની સખત કેદ કરવામાં આવી છે. સરકારી વકીલે જણાવ્યું છે કે, પત્નીના ત્રાસથી કંટાળીને આપઘાત કરવાના કિસ્સામાં સજા થઇ હોવાનો આ  પ્રથમ કિસ્સો છે.


રક્ષણ માટેના કાયદાનો શસ્ત્ર તરીકે ઉપયોગ

 વડોદરા,અદાલતે નોંધ્યું હતું કે,પત્નીના અસહ્ય ત્રાસથી પતિએ પોતાના જીવનનો અંત કરી નાંખ્યો છે. પતિ અને  પત્ની અગ્નિની સાક્ષીએ એકબીજાના સુખ અને દુઃખના સાથી બને છે. કાયદાઓ  સ્ત્રીઓના રક્ષણ માટે છે. તેનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી  પત્નીએ એટલી  હદે પીડા આપી કે,  પતિને જીવન કરતા મોત વહાલું લાગ્યું. તે કોઇપણ સંજોગોમાં દયાને  પાત્ર નથી. 



જયશ્રી કૃષ્ણ મારી આત્મહત્યાનું કારણ મારી  પત્ની અને સાળો 

બાળકીએ પણ માતા વિરૃદ્ધ જુબાની આપી

 વડોદરા.મરનાર ગોપાલે અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, જયશ્રી કૃષ્ણ મારી આત્મહત્યાનું કારણ મારી  પત્ની અને સાળો છે. આ સ્યૂસાઇડ નોટ રસોડામાંથી મળી આવી હતી. કોર્ટ સમક્ષ ટ્રાયલ દરમિયાન પંચ દ્વારા ઓળખી બતાવવામાં આવી હતી.

પત્ની એક વખત પિયર જતી રહ્યા પછી મૌખિક સમાધાન કરીને પરત લઇ આવ્યો હતો. પરંતુ, બે મહિના પછી ફરીથી કંકાસ શરૃ કરી દીધો હતો.

કોર્ટે નોંધ્યું હતું કે, બાળ સાહેદે પોતાની માતા વિરૃદ્ધ જુબાની આપી છે. તેણે ખૂબ જ નેચરલ ફોર્મમાં પુરાવો આપ્યો છે. તે વિશ્વાસ પ્રેરે તેવો છે.બાળ સાહેદ ભગવાનનું સ્વરૃપ ગણાય તેના નિષ્પક્ષ પુરાવાને ન માનવાનું કોઇ કારણ નથી. કારણ વગર કોઇ વ્યક્તિ આત્મહત્યા કરે નહીં. આટલા વર્ષો મરનારને મરીને જીવવું પડયું ેત દુઃખ ણ તેના માતા,પિતા ,ભાઇ અને દીકરીએ પ્રત્યક્ષ જોયું છે.


Google NewsGoogle News