ગોરવા પોલીસ સ્ટેશનમાં મુકેલા વાહનોમાં આગ, પાંચ કાર અને રિક્ષા ખાકઃ100 બાઇક બચી ગઇ

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
ગોરવા પોલીસ સ્ટેશનમાં મુકેલા વાહનોમાં આગ, પાંચ કાર અને રિક્ષા ખાકઃ100 બાઇક બચી ગઇ 1 - image

વડોદરાઃ ગોરવા પોલીસ સ્ટેેશનના કમ્પાઉન્ડમાં મુકેલા વાહનોમાં આજે બપોરે આગ લાગતાં અડધો ડઝન વાહનોને નુકસાન થયું હતું.ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી.

ગોરવા પોલીસ સ્ટેશનમાં પાછળના ભાગે કમ્પાઉન્ડમાં એક્સિડેન્ટ,દારૃ,ચોરી જેવા ગુનાઓમાં કબજે લેવામાં આવ્યા હોય તેવા વાહનો રાખવામાં આવતા હોય છે.આ વાહનો ની દેખરેખ પોલીસે રાખવાની હોય છે.

આજે બપોરે કચરામાં આગ લાગી હતી અને ત્યારબાદ આગ વાહનો સુધી આવી જતાં એક પછી એક પાંચ કાર અને એક રિક્ષા લપેટાયા હતા.આગ વધુ પ્રસરી હોત તો બીજા ૧૦૦ થી વધુ ટુવ્હીલર સહિતના વાહનો પણ લપેટાયા હતા.

બનાવને પગલે નાસભાગ મચતાં ઉત્તેજના વ્યાપી હતી.પોલીસ સ્ટેશનના જવાને ફાયર બ્રિગેડને જાણ કરતાં ટીપી-૧૩ના ફાયર  બ્રિગેડ દ્વારા પોણો કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લઇ બીજા વાહનોને બચાવી લેવામાં આવ્યા હતા.

ગોરવા પોલીસ સ્ટેશનમાં મુકેલા વાહનોમાં આગ, પાંચ કાર અને રિક્ષા ખાકઃ100 બાઇક બચી ગઇ 2 - imageપોલીસ સ્ટેશનોમાં ફાયર સેફ્ટીની સુવિધા કોણ જોશે,અગાઉ પણ પોલીસ સ્ટેશનોમાં આગના બનાવ બન્યા હતા

વડોદરાના પોલીસ સ્ટેશનોમાં અગાઉ આગ લાગવાના અડધો ડઝન જેટલા બનાવો બન્યા છે.

ભૂતકાળમાં ક્રાઇમ બ્રાન્ચ,બાપોદ, કિશનવાડી, છાણી, ગોરવા,પાણીગેટ જેવા પોલીસ સ્ટેશનોમાં આગના બનાવ બન્યા હતા.જેમાં મોટાભાગે વાહનો ખાક થયા હતા.

આજે ગોરવા પોલીસ સ્ટેશનમાં આગનો બનાવ બન્યો તેમાં પોલીસ સ્ટેશનમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો.જેથી ફાયર બ્રિગેડ દ્વારા પોલીસ સ્ટેશનોમાં ફાયર સેફ્ટી માટે આગ્રહ કેમ રાખવામાં આવતો નતી તે મુદ્દો ચર્ચાનો વિષય  બન્યો છે.

ગોરવા પોલીસ સ્ટેશનમાં 8 વર્ષ પૂર્વે પણ આગમાં 19 વાહનો લપેટાયા હતા

ગોરવા પોલીસ સ્ટેશનમાં આઠ વર્ષ પહેલાં આવી જ રીતે બનેલા આગના બનાવમાં ૧૯ વાહનો લપેટાયા હતા.

ગોરવા પોલીસ સ્ટેશનમાં અગાઉ આગના  બનેલા બનાવમાં આવી જ રીતે કચરાને કારણે આગ લાગી હતી અને તેમાં પણ પાછળના ભાગે કમ્પાઉન્ડમાં મુકેલા ગુનાના કામના વાહનોને નુકસાન થયું હતું.

મહત્વની વાત એ છે કે,આવો બનાવ બન્યા પછી પણ પોલીસે કોઇ બોધ લીધો નહતો અને તેને કારણે ફરીથી આજે કચરાની આગને કારણે છ વાહનોને નુકસાન થયું હતું.


Google NewsGoogle News