Get The App

ઈટાદરાની સીમમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
ઈટાદરાની સીમમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા 1 - image


રોકડ ૧૩ હજાર સહિતનો મુદ્દામાલ જપ્ત : છ વ્યકિત સામે પોલીસ ફરિયાદ

માણસા :  માણસા તાલુકાના ઇટાદરા ગામના જુગાર રમતા છ શખ્સોને રૃ. ૧૩૫૯૦ રોકડ રકમ સાથે ઝડપી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

  માણસા પોલીસને બાતમી મળી હતી કે માણસા તાલુકાના ઇટાદરા ગામની સીમમાં આવેલા ઇદગાહ તરફ જવાના નાળિયામાં ખુલ્લામાં નીચે બેસી કેટલાક શખ્સો  જુગાર રમી રમાડી રહ્યા છે જે બાતમી આધારે પોલીસે આ જગ્યા પર જઈ દૂરથી જોતા છ ઈસમો નીચે બેસી ટોળું વળી જુગાર રમી રહ્યા હતા જે તમામને પોલીસે કોર્ડન કરી ઝડપી તેમની પૂછપરછ કરતાં તેમણે પોતાનું નામ(૧) શબ્બીરમીયા ફકીરમિયા બેલિમ(૨)સાબીરમિયા સુબામિયા બેલીમ બન્ને રહે.ઈદગાહ પાસે,ઈટાદરા ગામ(૩)અલ્તાફમિયા મહેબૂબમિયા બેલીમ(૪) ફરીદમિયા કાદરમિયાં બેલીમ(૫)ઝાકીરમિયા સતારમિયા બેલીમ(૬)ઇમરાનખાન સુજાતખાન પઠાણ ચારે રહે.કસબામા,ઇટાદરા ગામ હોવાનું જણાવ્યું હતું અને તેમની અંગજડતી કરતા તેમની પાસેથી ૧૨,૦૮૦ રૃપિયા રોકડા તેમજ દાવ પર મુકેલ ૧૫૧૦ રૃપિયા મળી કુલ ૧૩,૫૯૦ રૃપિયા ની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા છ ઇસમો વિરુદ્ધ માણસા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News