ઉકાજીના વાડિયામાં જુગાર રમતા છ ખેલીઓ ઝડપાયા

૧૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે લેતી પોલીસ

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
ઉકાજીના વાડિયામાં જુગાર રમતા છ ખેલીઓ ઝડપાયા 1 - image

વડોદરા,વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયામાં જુગાર રમતા છ જુગારીઓને કપુરાઇ પોલીસે ઝડપી પાડી ૧૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

કપુરાઇ પોલીસને માહિતી મળી હતી કે, વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયામાં ક્રિષ્ણા કહારની ગલીમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા છ જુગારીઓ રંગેહાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે  જુગારીઓ પાસેથી ૧૦,૩૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાં (૧) પ્રકાશ ડાહ્યાભાઇ પરમાર( રહે. વાંસ તળાવ વસાહતમાં, વાઘોડિયા રોડ) (૨) કનુભાઇ દત્તુભાઇ વસાવા ( રહે.ઉકાજીનું વાડિયું, વાઘોડિયા રોડ) (૩) રાજેશ ભીખાભાઇ વસાવા (૪) જીતેશ ભીખાભાઇ વસાવા ( બંને રહે. શૈલેષ નગર, વાઘોડિયા રોડ) (૫) રોહિત મુકેશભાઇ રાઠોડ અને (૬) ભાવેશ મનજીભાઇ રાઠવા ( બંને રહે. વાંસ તળાવ પાસે, વાઘોડિયા રોડ) નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News