બકરાવાડીમાં જુગાર રમતા છ ખેલી ઝડપાયા

૧૦ હજાર ઉપરાંતની રોકડ કબજે કરતી પોલીસ

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
બકરાવાડીમાં જુગાર રમતા છ ખેલી ઝડપાયા 1 - image

વડોદરા,બકરાવાડી વિસ્તારમાં જુગાર રમતા છ જુગારીઓને નવાપુરા પોલીસે ઝડપી પાડી ૧૦ હજાર ઉપરાંતની મતા કબજે કરી છે.

નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, બકરાવાડી ચુનારાવાસ કેમ્બે શો મિલની પાછળના ભાગે ભંગારના ગોડાઉનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી, નવાપુરા પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા છ જુગારીઓ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૃપિયા ૧૦,૪૦૦ કબજે કર્યા હતા. પકડાયેલા જુગારીઓમાં (૧) દલપત ઉર્ફે રવિ પ્રવિણભાઇ પરમાર (૨) આકાશ ઉર્ફે બજાજ હિંમતભાઇ ચુનારા (૩) વિશાલ ઉર્ફે કાલુ  રજનીકાંત પરમાર (૪) સુનિલ કંચનભાઇ ચુનારા (૫) કૌશિક ઉર્ફે રાધે વસંતભાઇ ચુનારા તથા (૬) જીગર ઉર્ફે જીગો રાજેશભાઇ પરમાર ( તમામ રહે. બકરાવાડી) નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News