કલોલના ધાનજ અને પિયજ ગામમાં જુગાર રમતા છ શકુનિઓ ઝડપાયા

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
કલોલના ધાનજ અને પિયજ ગામમાં જુગાર રમતા છ શકુનિઓ ઝડપાયા 1 - image


કલોલ પંથકમાં જુગારની બદી ફૂલી ફાલી

૨૨,૯૮૦ રૃપિયા જપ્ત,જુગારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ

કલોલ :  કલોલ તાલુકાના ધાનજ અને પિયજ ગામમાં જુગાર રમતા છ જુગારીઓને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે ખાનગી બાતમીને આધારે દરોડો પાડયો હતો. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રકમ અને મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

કલોલ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પલસાણા ગામથી ધાનજ તરફ જવાના રોડ ઉપર ખરાબા લમાં ત્રણ જુગારીઓ જૂગટું રમતા હોવાની કલોલ તાલુકા પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીને આધારે જુગારના સ્થળ પર પહોંચી હતી. પોલીસને જોઈને જુગારીઓ ભાગવા ગયા ત્યારે કોર્ડન કરીને તેમને ઝડપી લીધા હતા. પોલીસે કલ્પેશભાઈ કનુભાઈ પટેલ રહે. ધાનજ, સુરેશકુમાર ચતુરજી ઠાકોર રહે.સઇજ, કિશોરકુમાર ભવાનજી ઠાકોરની અંગઝડતી કરીને ૧૨,૩૮૦ રૃપિયા કબજે કર્યાહતા.

જુગારના એક અન્ય બનાવમાં ત્રણ શકુનિઓ ઝડપાયા હતા. પિયજ ગામમાં ત્રણ જુગારીઓની પોલીસે અટકાયત કરી હતી. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે પિયજ ગામમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમવામાં આવી રહ્યો છે. બાતમીને આધારે પોલીસે રેડ પાડી હતી.પોલીસે સ્થળ પર પહોંચીને જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે વિષ્ણુભાઈ જયંતીભાઈ નાયક રહે.પિયજ, લાભુજી રમણજી ઠાકોર રહે. પિયજ, પ્રવીણજી પોપટજી ઠાકોર રહે.પિયજની અટકાયત કરીને ૧૦,૬૦૦ રૃપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. પોલીસે ૬ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.


Google NewsGoogle News