Get The App

હરણીની બોટ દુર્ઘટનામાં મે.કોટિયા પ્રોજેક્ટના 3 પાર્ટનર સહિત 6 ની ધરપકડઃબોટ ક્ષતિગ્રસ્ત હોવા છતાં ઉપયોગ

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
હરણીની બોટ દુર્ઘટનામાં મે.કોટિયા પ્રોજેક્ટના 3 પાર્ટનર સહિત 6 ની ધરપકડઃબોટ ક્ષતિગ્રસ્ત હોવા છતાં ઉપયોગ 1 - image

વડોદરાઃ વડોદરાના હરણી તળાવમાં ન્યુ સનરાઈઝ સ્કુલ ના બાળકો ની બોટ પલટી જવાના બનાવમાં મોડીરાતે હરણી પોલીસે મેસર્સ કોટિયા પ્રોજેક્ટના ૧૫ ભાગીદારો સહિત  કુલ ૧૮ જણા સામે બેદરકારી રાખી બાળકોના મોત નીપજાવવા બદલ મનુષ્યવધનો ગુનો નોંધી છ ની ધરપકડ કરી છે.

વાઘોડિયા રોડ ની ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી લેકઝોન ખાતે પિકનિક પર ગયા હતા તે દરમિયાન બોટમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડતાં બોટ પલટી ગઈ હતી.જેને કારણે ૧૨ માસૂમ બાળકો,શિક્ષિકા છાયાબેન સુરતી અને સુપરવાઇઝર ફાલ્ગુની પટેલ મળી કુલ ૧૪ જણાના મોત થયા હતા. વડોદરા ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક તરવૈયાઓએ હિંંમત કરી ૧૮ જેટલા બાળકો અને બે શિક્ષકને બચાવી લીધા હતા.

  ઉપરોક્ત બનાવ પાછળ બોટના કોન્ટ્રાક્ટર અને ઓપરેટરની ગંભીર બેદરકારી બહાર આવી છે.જેમાં બોટના દોરડા અને કેટલાક  પાર્ટ્સ ખખડધજ હોવાની,ચેતવણીના કોઇ બોર્ડ પણ નહિં મુક્યા હોવાની અને બાળકોને લાઇફ જેકેટ નહિં પહેરાવ્યા હોવાની ગંભીર વિગતો ખૂલી હતી.બોટને વેલ્ડિંગ પણ કરાવવામાં આવતું હોવાની વિગતો ચર્ચામાં રહી છે.

આ બનાવમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત,ડીસીપી પન્ના મોમાયા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ કરી રાતે જ લેકઝોનના કોન્ટ્રાક્ટર મે.કોટિયા પ્રોજેક્ટના ૧૫ ભાગીદારો,મેનેજર અને બોટના બે ઓપરેટર સામે મનુષ્ય વધનો ગુનો નોંધ્યો હતો.

હરણીના પીઆઇ સી બી ટંડેલે આ પૈકીના ત્રણ ભાગીદાર રશ્મિકાન્ત ચિમનભાઇ પ્રજાપતિ કર્મવીર વિલા,સંતરામ દેરી રોડ,નડિયાદ), ભીમસીંગ કુડીયા રામ યાદવ અને વેદ પ્રકાશ યાદવ (બંને રહે.અમરદીપ હોમ્સ,આજવા રોડ,વડોદરા તેમજ મેનેજર શાંતિલાલ ઇશ્વલભાઇ સોલંકી(નારાયણકુંજ સોસાયટી, આજવારોડ,બોટના ઓપરેટર નયન પ્રવિણભાઇ પ્રજાપતિ(સેવાસી ગામ,વડોદરા) અને ઓપરેટર (અંકિત મહેશભાઇ વસાવા (વિરોદ ગામ,હરણી નજીક)ની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ કરી છે.


Google NewsGoogle News