કલોલ શહેરના યુવાનનું અપહરણ કરનારા છ આરોપીઓ ઝડપાયા
રિમાન્ડ મેળવી ઓળખ પરેડ કરાવાઈ
આરોપીઓએ યુવાન પાસેથી ખોટા દસ્તાવેજો બનાવી અંગુઠા અને સહીઓ કરાવી દીધી હતી
કલોલનાં દત્તવિલા બંગ્લોઝમાં રહેતા બિરેન અશોકભાઇ પટેલ ૨૯
એપ્રિલના રોજ સઈજ ગામની સીમ ઓ.એન.જી.સી.ઓફીસથી રાઠોડ ભોયણ તરફ જતા રસ્તા ઉપર
અજાણ્યા ચાર ઇસમોએ તેઓને રોકી તેમની ગાડીમા બેસાડી ફરીયાદી સાથે ગાળાગાળી કરી
મારામારી કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ બિરેન
ભાઈને ડરાવી ધમકાવી કોરા વાઉચરો તથા કાગળોમાં સહીઓ તથા અંગુઠા કરાવી દીધા હતા. આ ઉપરાંત
લાલ રંગના રજીસ્ટરમાં આરોપી દેસાઈ શિવાભાઈનું લખાવી લેનાર તરીકે નામ લખી તેમાં
સહીઓ કરાવી દીધી હતી. આરોપીઓએ ફરિયાદીનો મોબાઈલ ફોન અને ડોક્યુમેન્ટ અને પાંચ હજાર
રૃપિયાની રોકડ રકમ લઈ ગાડીમાંથી ઉતારી દીધા હતાં. જેને લઈને દેસાઇ શીવાભાઇ
જયરામભાઇ રહે.રબારીવાસ, ભોયણરાઠોડ
તા.જી.ગાંધીનગર તથા અજાણ્યા ચાર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
પોલીસે ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં સી.સી.ટી.વી તેમજ
હ્યુમન સોર્સ તથા મોબાઇલ નંબરના સી.ડી.આર આધારે ખુબ જ ઝીણવટભરી તપાસ કરી આ ગુનાનાં
આરોપીઓને ઝડપી લીધા હતા. કલોલ તાલુકા પોલીસે આરોપીઓને ઝડપીને કોર્ટમાં રજૂ કર્યા
હતા. કોર્ટે આરોપીઓના રિમાન્ડ આપ્યાં બાદ તેમની ઓળખ પરેડ કરાવી હતી. પોલીસે
ગુનામાં ગયેલ મુદ્દામાલ તથા આરોપીઓ દ્વારા બનાવેલ ખોટા દસ્તાવેજો હસ્તગત કર્યા
હતા.