Get The App

હરણી દુર્ઘટનાની તપાસ માટે SIT ની રચના, ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
હરણી દુર્ઘટનાની તપાસ માટે SIT ની રચના, ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી 1 - image

વડોદરા,તા.19 જાન્યુઆરી 2024,શુક્રવાર

હરણી તળાવમાં સ્કૂલના બાળકોની બોટ પલટી જવાના બનાવની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરવામાં આવી છે. જ્યારે આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

હરણી તળાવમાં ગઈકાલે પિકનિક પર આવેલા ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકોની બોટ પલટી જતા 12 બાળકો, એક શિક્ષિકા અને મહિલા સુપરવાઇઝરના મોત નીપજયા હતા. ત્યારબાદ રાજ્યના ગૃહ મંત્રીએ કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી.

આ બનાવમાં પોલીસ કમિશનરે સીટની રચના કરી છે. જેના કન્વીનર પદે સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નિનામા, ડીસીપી પન્ના મોમાયા હરણી પોલીસ સ્ટેશનના પીઆઇ સી બી ટંડેલ સહિત સાત અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો : VIDEO : વડોદરા હોનારતમાં 5 સામે ફરિયાદ, મુખ્યમંત્રી-ગૃહમંત્રીએ ઘટનાસ્થળે પહોંચી તાગ મેળવ્યો, રૂ. 6 લાખ વળતર આપવાની જાહેરાત


Google NewsGoogle News