ગેંગરેપ કેસમાં DSPેની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સિટની રચના કરાઇ
ગેંગરેપની તપાસ ડીવાયએસપીને સોંપાઇ ઃ FSL સહિતની મહત્વની ભૂમિકા રહેશે
વડોદરા, તા.7 વડોદરા નજીક ભાયલી પાસેના અવાવરૃ રોડ પર બોયફ્રેન્ડ સાથે બેઠેલી વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટનાનો ભેદ ઉકેલાયા બાદ હવે તેની તપાસ ઝડપથી પૂરી થાય અને કોર્ટમાં ચાર્જશીટ પણ વહેલીતકે દાખલ કરવામાં આવે તે માટે રેન્જ આઇજી દ્વારા સિટની રચના કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ગેંગરેપનો કેસ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે અગાઉ તેની તપાસ સ્થાનિક પોલીસ અધિકારી કરતા હતા પરંતુ હવે આ કેસની તપાસ વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી બી.એચ. ચાવડાને સોંપવામાં આવી છે. જ્યારે કેસની તપાસ ઝડપથી પૂર્ણ થાય અને આરોપીઓને સજા થાય તે માટે પુરાવા સહિત સમગ્ર કેસ પર નજર રહે તે માટે ડીએસપી રોહન આનંદની અધ્યક્ષતામાં એક સિટની રચના પણ કરવામાં આવી છે.
સિટના અધ્યક્ષ તરીકે ડીએસપી તેમજ તપાસ અધિકારી ડીવાયએસપી, તેમજ સભ્યોમાં એલસીબી પીઆઇ કે.એ. પટેલ, એસઓજી પીએસઆઇ એચ.એમ. જાળીયા અને તાલુકા પીએસઆઇ જે.યુ. ગોહિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ પાંચ સભ્યોની ટીમમાં પોલીસ અધિકારીઓ ઉપરાંત પુરાવામાં કોઇ ખામી ના રહી જાય તેમજ દરેક સ્ટેજ પર ચકાસણી થાય તે માટે એફએસએલ, હોસ્પિટલ, મોબાઇલ પ્રોવાઇડરના અધિકારીઓ પણ સીટમે મદદરૃપ થશે.