Get The App

દિવાળી પહેલાં ખરીદીની ધૂમ! ફટાકડા, મીઠાઈ અને કપડાંનું વધુ વેચાણ

Updated: Nov 2nd, 2021


Google News
Google News
દિવાળી પહેલાં ખરીદીની ધૂમ! ફટાકડા, મીઠાઈ અને કપડાંનું વધુ વેચાણ 1 - image

વડોદરા,તા.2 નવેમ્બર 2021,મંગળવાર

વડોદરા શહેરની બજારોમાં દિવાળીની ધૂમ જોવા મળી રહી છે. દિવાળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે વિવિધ બજારોમાં ઉતરી પડ્યાં છે. જેને પગલે શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિકની સમસ્યા અને વાહનના પાર્કિંગની પ્રોબ્લેમ ઉભી થઈ હતી. એટલું જ નહીં ભીડ એટલે હતી કે, કેટલાંક ઠેકાણે ખરીદી કરવા આવેલાં ગ્રાહકોએ અન્ય ગ્રાહકો નીકળી એની રાહ જોઈને દુકાનોની બહાર બેસી રહેવું પડ્યું હતું. જોકે, આ સ્થિતિની વચ્ચે સૌથી વધારે વેપારીમાં ખુશી જોવા મળી છે.

ગરીબ, મધ્મય અને અમીર વર્ગ દિવાળીની ખરીદીમાં મગ્ન બન્યો છે. કોરોનાકાળમાં ગત વર્ષે દિવાળી ઉજવી ન શકાઇ હોવાથી તેનું આ વર્ષે સાટું વાળી દેવાના મિજાજ સાથે લોકો દિવાળી પર ધુમ ખરીદીમાં મશગુલ બની ગયા છે. બજારમાં લોકોનો ખરીદી માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ચાર દરવાજા, રાવપુરા, નવા બજાર, મંગળ બજાર સહિતની તમામ બજારોમાં સવારથી જ ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી. જેમ જેમ દિવસ જતો હતો તેમ તેમ ખરીદી માટે લોકોની સંખ્યા વધી રહી હતી. સલૂન બ્યુટી પાર્લરમાં વેઈટિંગ છે. ગ્રાહકો ખરીદી બે ગણી કરી રહ્યા હોવાથી  કરોડોના વેપારની આશા વેપારીઓન સેવી રહ્યા છે. કાપડ, ફૂટવેર, હોમ ડેકોરેશન, ઈલેક્ટ્રિક- ઈલેક્ટ્રોનિક, ખાણીપીણી સહિતની બજારમાં ડિમાન્ડ નીકળી રહી છે. ખાસ કરીને આ વર્ષે ચાઇના લાઇટિંગએ ભારે ડિમાન્ડ જગાવી છે. તો બીજી તરફ ઓનલાઇન શોપિંગનું ચલણ વધતા તેનું માર્કેટ પણ જોરશોરમાં છે.

Tags :
VadodaraDiwaliFestival

Google News
Google News