Get The App

ભગવાન જગન્નાથજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે ઇસ્કોન મંદિરમાં શાહી સ્નાન : રથયાત્રા સુધી પ્રભુ 14 દિવસ કવોરન્ટાઈન

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
ભગવાન જગન્નાથજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે ઇસ્કોન મંદિરમાં શાહી સ્નાન : રથયાત્રા સુધી પ્રભુ 14 દિવસ કવોરન્ટાઈન 1 - image


Vadodara Rath Yatra : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં હરીનગર-ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજી બલદેવજી અને સુભદ્રાજીની સનાન યાત્રામાં સેકડો ભક્તજનોએ જોડાઈને ભગવાનને સ્નાન કરાવવાનો અમૂલ્ય લહાવો લીધો હતો. હવે આગામી 14 દિવસ સુધી ભગવાન અજ્ઞાતવાસમાં રહેશે. ત્યારબાદ તા.7મી જુલાઈએ ભગવાન નગરચર્યાએ પ્રસ્થાન કરીને ભક્તજનોને દર્શનનો લાભ આપશે. 

ઉલ્લેખનીય છે કે શહેરના ગોત્રી વિસ્તારમાં બનેલા ભવ્ય ઇસ્કોન મંદિરમાં પ્રતિ વર્ષ મુજબ અને આ વર્ષે મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ભગવાનને નિજ મંદિરમાંથી વાજતે ગાજતે ભજન-કીર્તનની ધૂન સાથે મંદિરના પ્રાંગણમાં વિશેષ બેઠકમાં ભગવાન જગન્નાથજી, બલદેવજી અને બહેન સુભદ્રાજીને બિરાજમાન કરાવ્યા હતા. ત્યારબાદ સેકડો ભક્તજનોએ પવિત્ર વિવિધ નદીઓના જળ ભરેલા માટીના ઘડાથી પ્રભુને વૈદિક મંત્રોચ્ચાર સાથે સાધુ સંતો સહિત તમામે શાહી સ્નાન કરાવ્યું હતું. ત્યાર પછી પૂજા અર્ચન વિધિ સંપન્ન થતા મહા આરતી યોજાય હતી અને ભગવાનને ફળફળાદી, મીઠાઈ, ફરસાણ, જ્યુસ સહિતના સેકડો વ્યંજનોનો ભોગ ધરાવવાયો હતો. ભગવાનનો પ્રાગટ્ય આજે હોવાથી ભક્તજનો સહી તો સાધુ-સંતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 

ભગવાન જગન્નાથજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે ઇસ્કોન મંદિરમાં શાહી સ્નાન : રથયાત્રા સુધી પ્રભુ 14 દિવસ કવોરન્ટાઈન 2 - image

બીજી બાજુ ઇસ્કોન મંદિરનો આ વર્ષે રજત જયંતિ મહોત્સવ હોવાથી આગામી જન્માષ્ટમી સુધી શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે. પ્રભુના શાહી સ્નાન બાદ ભગવાન આગામી 14 દિવસ ક્વોરેન્ટાઇન રહેશે. આ દિવસોમાં પૂજારી દ્વારા ભગવાનને શૃંગાર કરી પૂજા કરવા ઉપરાંત વિવિધ ઔષધીઓ દ્વારા પ્રભુની સેવા-શ્રુષુશા કરશે. આગામી તા.7મીએ રથયાત્રાના શુભ દિને બપોરે ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રાનું આન-બાન-શાનથી વડોદરા રેલ્વે સ્ટેશન નજીકથી નગરજનોને દર્શન આપવા નગરચર્યાએ પ્રસ્થાન કરશે. આ પ્રસંગે શહેરીજનો પ્રભુ જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલરામજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી ધન્યતા અનુભવશે.


Google NewsGoogle News