સે-૪ની સામે ગટરના ગંદા પાણીનું તળાવ સર્જાયું : સ્થાનિકો ત્રાહિમામ્

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
સે-૪ની સામે ગટરના ગંદા પાણીનું તળાવ સર્જાયું : સ્થાનિકો ત્રાહિમામ્ 1 - image


પાટનગરના વીઆઇપી કહેવાતા ખ-રોડને અડીને

હડમતિયામાંથી પસાર થતી કાંસમાં પણ ગટરનું પાણી છોડવાને કારણે અસહ્ય દુર્ગંધ : નદીમાં ગંદુ પાણી છોડવાની ગુનાહિત નીતિ

ગાંધીનગર :  ગાંધીનગરના ખ-રોડને હવે વીઆઇપી રોડ કહેવામાં આવે છે પરંતુ આ ફક્ત કહેવા પુરતો જ હોય તેમ સે-૪-સીની સામેના ભાગે ખ-રોડને અડીને આવેલા તળાવમાં ગંદા પાણીનો ભરાવો થવાથી લાગી રહ્યું છે. સે-૪માં રહેતા રહિશો તથા વાવોલ પાસેના વસાહતીઓ ઉપરાંત અહીંથી પસાર થતા રાહદારીઓ આ તળાવની દુર્ગંધથી ત્રાહિમામ થઇ ગયા છે તેમ છતા તંત્ર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી.

ગાંધીનગર શહેરી વિસ્તારમાં હોવા છતા સેક્ટર-૪ અને હડમતીયાના રહિશો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોય તેમ લાગે છે. અહીં વર્ષોજુનુ કુદરતી તળાવ હતું તે કોઇ પણ કારણોવગર પૂરી દેવામાં આવ્યુ હતું ત્યારે ખ-રોડને અડીને સે-૪-બી અને સીની સામેના ભાગે આવેલા તળાવમાં ગટરનું પાણી છોડવામાં આવ્યું હોય તેમ અહીં લીલવાળું અને વાસવાળું પાણીનો ભરાવો થયો છે. એટલુ જ નહીં, આ તળાવ રોડ સાઇડની નજીક આવેલું હોવાને કારણે જોખમી તો છે જ પરંતુ તેમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાને કારણે રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સેક્ટર-૪ અને વાવોલના રહિશો પણ આ તળાવમાંથી ગટરના ગંદા પાણીની દુર્ગંધથી ત્રાહિમામ પોકીરી ઉઠયા છે.

આ ઉપરાંત હડમતિયા પાસેથી પસાર થતી કાંસમાં પણ છેલ્લા ઘણા દિવસોથી ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે. સ્થાનિકોને અહીં કયું પાણી છોડવામાં આવ્યું છે તે અંગે તો કોઇ ખ્યાલ નથી પરંતુ અસહ્ય દુર્ગંધ ફેલાવાને કારણે હડમતિયાના રહિશો પણ તોબા પોકારી ઉઠયા છે. એટલુ જ નહીં, કાંસ દ્વારા આ ગટરનું દુષિત પાણી નદીમાં ભળતું હોવાનું પણ સામે આવ્યું છે જે પણ જોખમી તથા ગેરકાયદે છે. 


Google NewsGoogle News