તળાવની બાજુમાં જુગાર રમતા સાત ઝડપાયા

રોકડા ૧૧,૪૩૦ કબજે કરતી પોલીસ

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News

 તળાવની બાજુમાં જુગાર રમતા સાત ઝડપાયા 1 - imageવડોદરા,સમા વિસ્તારમાં દર્શન પુરોહિત  હોટલની સામે તળાવની બાજુમાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા સાત જુગારીઓને પોલીસે ઝડપી પાડી ૧૧ હજાર ઉપરાંતની રોકડ રકમ કબજે કરી છે.

સમા પોલીસને માહિતી મળી હતી કે, દર્શન પુરોહિત હોટલની સામે તળાવની બાજુમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા સાત જુગારીઓ રોકડા ૧૧,૪૩૦ સાથે ઝડપાઇ ગયા હતા. પકડાયેલા જુગારીઓમાં (૧) સુરેશ ભીખાભાઇ માળી ( રહે. કુંભારવાળું ફળિયું, કરખડી ગામ, તા.પાદરા) (૨) અલ્પેશકુમાર ગણપતસિંહ પરમાર (રહે. લક્ષ્મણ નગર, સમા) (૩) મંગલ મુલાયમસિંહ દોહરે ( રહે.ધરતી ટેનામેન્ટ, સમા) (૪) નરેશકુમાર દલપતભાઇ પરમાર ( રહે.અંબિકા વિજય સોસાયટી, ઓમકારપુરા ગામ) (૫) કરણ દિનેશભાઇ જોશી ( રહે.ગણેશ નગર, છાણી) (૬) ઉત્તમસીંગ મહીપાલસીંગ રાજપૂત ( રહે.સુશીલ નગર સોસાયટી, છાણી ) તથા (૭) ગોપાલભાઇ ઉર્ફે સચીન ભીખાભાઇ પરમાર ( રહે.ટાંકીવાળું ફળિયું, ઓમકાર નગર) નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News