નવી બંધાતી કન્સટ્રક્શન સાઇટ પર સાત મહિનાના બાળકનું મોત
પાલખની જાળીનું લાકડું તૂટીને પડતા બાળકને ઇજા થઇ હતી
વડોદરા,તાંદલજામાં નવી બંધાતી કન્સટ્રક્શન સાઇટ પરથી લાકડું પડતા સાત મહિનાના બાળકનું મોત થયું હતું. જે અંગે જે.પી.રોડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, તાંદલજા વિસ્તારમાં સ્ટાર સિટિ નામની નવી બંધાતી કન્સટ્રક્શન સાઇટ પર કામ ચાલતું હતું.સાઇટ પર કડિયા કામ કરતા કાલાભાઇ ડામોરના પુત્ર પર લાકડું પડતા તેને ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. જે અંગે જે.પી.રોડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આઠ માળની બિલ્ડિંગમાં પાલખનો જાળીનો લાકડાનો ટૂકડો પડતા બાળક ઇજાગ્રસ્ત થયું હતું.