ન્યુ વીઆઇપીરોડના ટ્રાન્સપોર્ટર સાથે મહારાષ્ટ્રની સાત કંપનીઓએ ઠગાઇ કરી
વડોદરાઃ શહેરના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવતા એક સંચાલક પાસે કામ કરાવ્યા બાદ મહારાષ્ટ્રની સાત કંપનીઓએ રકમ નહિં ચૂકવતાં તેમણે પોલીસ ફરિયાદ કરી છે.
ન્યુ વીઆઇપી રોડ વિસ્તારના નિલનંદન કોમ્પ્લેક્સ ખાતે આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસના મેનેજર ગોપાલભાઇ ઠાકુરે પોલીસને કહ્યું છે કે,મહારાષ્ટ્રના પાલઘર ખાતે આવેલી જુદીજુદી કંપનીના સંચાલકો સાથે પરિચય થયા બાદ તેમણે મારી પાસે ટ્રાન્સપોર્ટનું કામ કરાવ્યું હતું.પરંતુ આ કંપનીઓએ થોડીઘણી રકમ ચૂકવી બાકીની રૃ.૫૨.૪૩ લાખની રકમ ચૂકવી નથી અને ચેક પણ બાઉન્સ થયા છે.ઉઘરાણી કરવા જતાં ધમકી આપી રહ્યા છે.
હરણી પોલીસે આ ફરિયાદને આધારે ઓમસાંઇ ટ્રેડર્સના સંચાલક સંદીપ પાટીલ, તિરૃપતિ ઇન્ડસ્ટ્રિઝના આશિષ પરસોત્તમ પરબ,વશિષ્ટ એન્ટરપ્રાઇઝના દિપક શર્મા,પૂજા ટ્રેડિંગના દિપક શર્મા,હરિઓમ ઇન્ડસ્ટ્રિઝના સુભાષ રામચંદ્ર તિવારી,ગણેશ ટ્રાન્સપોર્ટના ગણેશ ભોજા(તમામ પાલઘર,મહારાષ્ટ્ર) તેમજ તિરુમલાઇ ઇન્ડ.ના મોનુ શર્મા(તમિલનાડુ) સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.