બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાહનોમાંથી ડીઝલ ચોરી કરનારા સાત પકડાયા
વડોદરાઃ સયાજીગંજ વિસ્તારમાં બસ ડેપોથી નવાયાર્ડ જવાના માર્ગે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ દરમિયાન સળિયા બાદ હવે ડીઝલ ચોરી પકડાઇ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,બુટેલ ટ્રેનના પ્રોજેક્ટમાં હાઇડ્રો,ક્રેન જેવા વાહનોમાંથી ડીઝલ ચોરાતું હોવાની વિગતોને પગલે વોચ રાખી સાત જણાને ઝડપી પાડી રૃ.૩૬ હજારની કિમંતનું ૪૦૦ લીટર ડીઝલ કબજે કર્યું હતું.
પકડાયેલાઓમાં (૧) ટીપુખાન ફારૃકખાન પઠાણ(બેલવનિયા,દેવરીયા, યુપી) (૨) હરેક્રિષ્ણા રામદુલારે ભાદીલા, દેવરીયા,યુપી)(૩) અખિલેશ અવધેશ શુક્લા(મોરવન,રામકોલા,યુપી)(૪) નાઝીરખાન નિઝામુદ્દીન ખાન(બેલવનિયા પોસ્ટ,દેવરીયા,યુપી)(૫) પ્રદિપકુમાર રામાપ્રસાદ બેલવનિયા (દેવરીયા,યુપી)(૬) મુકેશ હરેન્દ્ર યાદવ(મદેસલા પુર,સિવાન, બિહાર) અને (૭)ભોલા રામપ્રવેશ યાદવ(કસીલી,દેવરીયા,યુપી)નો સમાવેશ થાય છે.