કલોલના હાજીપુર ગામમાં જુગાર રમતા સાત ઝડપાયા
કલોલ : કલોલ પાસેના હાજીપુર ગામે જુગારની મહેફિલ જામી હતી તળાવ પાસે કેટલાક લોકો ભેગા મળીને જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત લોકોને દબોચી દીધા હતા પોલીસે તેમની પાસેથી રોકડ રકમ જપ્ત કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કલોલ તાલુકાના હાજીપુર ગામે ગામ તળાવના કિનારે આવેલા વેરાઈ
માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે તેવી ખાનગી
બાતમી પોલીસને મળતા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે દરોડો પાડી
અત્રે જુગાર રમતા રાકેશજી જીવણજી ઠાકોર તથા અમરતજી ઉર્ફે લાલાજી શંકરજી ઠાકોર અને
રાજુભાઈ જશવંતજી ઠાકોર તથા જયેશજી રણછોડજી ઠાકોર અને અનિલજી દશરથજી ઠાકોર તથા
બળદેવજી ચતુરજી ઠાકોર અને પરેશભાઈ કાનાજી ઠાકોરને ઝડપી લીધા હતા પોલીસે તેમની
પાસેથી રોકડા રૃપિયા ૧૯,૨૨૦ જબ
તક કર્યા હતા અને તમામ જુગારીઓને જેલના સળિયા પાછળ ધકેલી તેમની સામે કાયદેસરની
કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.