સહારા ક્રેડિટ સોસાયટીના નામે રોકાણકારો સાથે 70 લાખ ની ઠગાઇના બનાવમાં 7 પકડાયા

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
સહારા ક્રેડિટ સોસાયટીના નામે રોકાણકારો સાથે 70 લાખ ની ઠગાઇના બનાવમાં 7 પકડાયા 1 - image

વડોદરાઃ સહારા ક્રેડિટ સોસાયટીના નામે ઉંચા વળતરની ઓફર કરી વડોદરાના રોકાણકારો સાથે થયેલી રૃ.૭૦ લાખની છેતરપિંડીના બનાવમાં પોલીસે વધુ સાત આરોપીની ધરપકડ કરી છે.

સહારાના બહુચર્ચિત કેસમાં ગોત્રીના પવન કુલ્લીએ રૃ.૪૪ લાખ ગુમાવતાં ક્રાઇમ બ્રાન્ચમાં એમડી, ચેરમેન,ડિરેક્ટરો અને વડોદરાની ન્યાયમંદિર,મકરપુરા બ્રાન્ચના અધિકારીઓ સહિત કુલ ૨૯ જણા સામે ગુનો નોંધાયો હતો.જે બાબતે એક મહિના પહેલાં એમડી કરૃનેશ અવસ્થીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે,આ બનાવમાં ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે.પોલીસે આ પ્રકરણમાં વધુ સાત લોકોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

પકડાયેલાઓમાં(૧)પ્રવિણ પ્રહલાદભાઇ ચતુર્વેદી(ગોરવા,વડોદરા)(૨) જયેશ ગોવિંદલાલ  ગાંધી(ગોત્રી રોડ)(૩) સુરેન્દ્ર સિંહ નટવરસિંહ સોલંકી(તરસાલી)(૪) લાલચંદ કેદારનાથ વિશ્વકર્મા(તરસાલી) (૫) વિનયકુમાર બિંદાસિંગ (બિહાર)(૬) રાકેશકુમાર માલારામજી કુમાવત(ગોત્રી) અને (૭) ગોપાલદાસ રોયલદાસ યુવ(રાજસ્થાન) નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News