Get The App

વડોદરા: વીઆઈપી રોડ પર ડ્રેનેજ લાઈનની કામગીરીને લીધે સર્વિસ રોડ આશરે ત્રણ મહિના બંધ રહેશે

Updated: Dec 28th, 2022


Google NewsGoogle News
વડોદરા: વીઆઈપી રોડ પર ડ્રેનેજ લાઈનની કામગીરીને લીધે સર્વિસ રોડ આશરે ત્રણ મહિના બંધ રહેશે 1 - image


- 6.75 મીટરની ઊંડાઈએ ડ્રેનેજ લાઈન ચાલુ ન હોવાથી ડ્રેનેજના પ્રશ્નો ઉદભવે છે

- રોડ ક્રોસ કરી ટ્રેન્ચ લેસ પદ્ધતિથી ડ્રેનેજ લાઈનની કામગીરી થશે 

વડોદરા,તા.28 ડિસેમ્બર 2022,બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રેન્ચ લેસ પદ્ધતિથી નવી ડ્રેનેજ ગ્રેવિટી લાઇનની કામગીરી કરવાની હોવાથી અમિત નગર ચાર રસ્તા થી વીઆઇપી રોડ પર વુડા ઓફિસ તરફ જતા બ્રિજ નીચેનો સર્વિસ રોડ તમામ પ્રકારના વાહનો માટે તેમજ અવરજવર માટે એક બે દિવસમાં બંધ કરાશે.

વડોદરા: વીઆઈપી રોડ પર ડ્રેનેજ લાઈનની કામગીરીને લીધે સર્વિસ રોડ આશરે ત્રણ મહિના બંધ રહેશે 2 - image

શહેરના ઉત્તર ઝોનમાં વીઆઈપી ઓક્ઝિલરી પંપિંગ સ્ટેશનમાં અમિત નગર બ્રિજ, વુડા ચાર રસ્તા તરફથી તેમજ બ્રાઇટ સ્કૂલ વાળા ઉત્તર તરફના વિસ્તારમાંથી આવતી ડ્રેનેજ લાઈન 40 મીટર નો રીંગ રોડ ક્રોસ કરી આશિષ પાર્ક સોસાયટી પાસે રસ્તાની દક્ષિણ બાજુમાં  અંદાજે 6.75 મીટરની ઊંડાઈમાં આવેલી છે. આ ડ્રેનેજ લઈને કાર્યરત ન હોવાથી બ્રાઇટ સ્કૂલ પાસેથી રસ્તો ક્રોસ કરીને પંમ્પિંગ સ્ટેશન તરફ જતી લાઈનમાં ડ્રેનેજ ફલોનું વહન થતું નથી. બ્રાઈટ સ્કૂલ પાછળ આવેલા વિસ્તારના ડ્રેનેજ પાણીનો નિકાલ બ્રાઇટ સ્કૂલ સામે આવેલા વીઆઈપી પંપિંગ દ્વારા થાય છે ,પરંતુ વીઆઈપી પંપિંગમાં જતી ડ્રેનેજ લાઈન કાર્યરત ન હોવાથી હાલ બ્રાઇટ સ્કૂલની પાછળ વિસ્તારના ડ્રેનેજ જળનો નિકાલ કામ ચલાવ ઓવરફ્લો થી કરાય છે. જેથી ડ્રેનેજ ચોક અપના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આના લીધે બ્રાઇટ સ્કૂલ પાસેના મેન હોલ થી વીઆઇપી પમ્પિંગમાં જતી ડ્રેનેજ લાઈન નવી નાખવાની આવશ્યકતા છે. 40 મીટરનો વીઆઇપી રોડ મેન્યુઅલ પદ્ધતિથી ક્રોસ કરી પાઇપ નાખી એપીએસ પાસે આવેલ હયાત મેન હોલ સાથે જોડાણ કરવાનું છે. આ કામગીરી ઓવરબ્રિજ પાસે વીઆઈપી વ્યુ કોમ્પલેક્ષ પાસે થવાની હોવાથી પંપીંગ તરફનો સર્વિસ રોડ બંધ કરવાની આવશ્યકતા ઉભી થઈ છે. આ કામગીરી માટે આશરે 1.27 કરોડનો ખર્ચ થશે. કામગીરી માટે બે વખત ટેન્ડર મંગાવ્યા હતા. કામગીરી સંદર્ભે તારીખ 27 થી સર્વિસ રોડ બંધ કરી ડાયવર્ઝનની સુચના કોર્પોરેશનને આપી દીધી છે. અમિત નગર ચાર રસ્તાથી માણેક પાર્ક સર્કલથી યુ ટર્ન લઇ અમિત નગર ફ્લાય ઓવર પરથી થઈને વીઆઈપી રોડ પર વુડા ઓફિસ તરફ જઈ શકાશે. આશરે ત્રણ મહિના સુધી સર્વિસ રોડ બંધ રહે તેવી શક્યતા છે.


Google NewsGoogle News