Get The App

જન્મ-મરણ વિભાગમાં સર્વર ખોટકાતા અરજદારોને હાલાકી : કચેરીનું સ્થળાંતર નહીં કરવા માંગ

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
જન્મ-મરણ વિભાગમાં સર્વર ખોટકાતા અરજદારોને હાલાકી : કચેરીનું સ્થળાંતર નહીં કરવા માંગ 1 - image


Vadodara Corporation : વડોદરા કેવડાબાગ ખાતે આવેલી કોર્પોરેશન સંચાલિત જન્મ, મરણ શાખાની કચેરીમાં આજે સર્વર ખોટાકાઈ ગયું હતું. જેથી જન્મ, મરણના દાખલા લેવા આવેલા અનેક અરજદારો અટવાયા હતા. કલાકો સુધી સર્વર શરૂ ન થતા અહીં કામ કરતા કર્મચારીઓએ ટેકનિકલ ટીમને આ બાબતે જાણ કરી હતી. ટેકનિકલ ટીમ અહીં આવી પરિસ્થિતિ જોઈ રવાના થઈ ગઈ હતી. તેઓ ગયા બાદ પણ સર્વર શરૂ ન થતાં હાલ અરજદારોની ખૂબ લાંબી લાઈન લાગી ગઈ છે અને તેઓએ હાલાકી અંગે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.

 નવાપુરા સ્થિત જન્મ મરણ નોંધણી કચેરીનું ટૂંક સમયમાં માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્થળાંતર કરવાનું હોવાથી લોકોને હલાકી પડશેએ અંગેનો વિવાદ અગાઉ સર્જાયો હતો. ત્યારબાદ આજે સરોવર ડાઉન થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા આ અંગે સામાજિક કાર્યકર કમલેશ પરમાર એ આરોગ્ય અમલદારને રજૂઆત કરી હતી સાથે સાથે માંજલપુર સ્થળાંતર કરવાની કાર્યવાહી અટકાવવી જોઈએ તેવી માંગણી પણ કરી હતી.


Google NewsGoogle News