ઘરકામ માટે રાખેલો નોકર તિજોરીમાંથી 5 લાખના દાગીના લઈ રફુચક્કર

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
ઘરકામ માટે રાખેલો નોકર તિજોરીમાંથી 5 લાખના દાગીના લઈ રફુચક્કર 1 - image

વડોદરા,તા.11 ઓક્ટોબર 2023,બુધવાર 

વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં ઘરકામ માટે રાખેલો નોકર દાગીના લઈ રફુચક્કર થઈ ગયો હોવાની આશંકા દર્શાવી સિનિયર સિટીઝને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વાસણા રોડના યજમાન કોમ્પ્લેક્સમાં રહેતા પ્રદીપભાઈ ઠક્કરે પોલીસને કહ્યું છે કે, અમારે ઘરકામ માટે માણસની જરૂર હોવાથી જાહેરાત આપી હતી. જેને આધારે શિનોર નજીક રહેતા વિજય પરમાર એ ફોન કરતા અમે તેને ઓળખના પુરાવા લઈ બોલાવ્યો હતો.

વિજયે એક મહિના સુધી સુધી કામ કર્યું હતું. ગઈતા 28મી એ ગણેશ વિસર્જન હોવાથી અમે વિજયને ઘર સોંપી નજીકમાં રહેતા મારા પુત્રને ત્યાં ગયા હતા. બીજા દિવસે વિજય તેના ભયનું અવસાન થયું છે તેમ કહી પગાર લઈ ચાલ્યો ગયો હતો.

ત્યારપછી તા.2જી એ મને કારની ચાવીની જરૂર પડતા તિજોરી ખોલી હતી. જે દરમિયાન તિજોરીનું તાળું ખુલ્લું હતું અને રૂ.પાંચ લાખની કિંમતના દાગીના નજરે પડ્યા ન હતા. જેથી મને આ બાબતે કામે રાખેલા વિજય ઉપર શંકા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News