Get The App

એલેમ્બિક કંપનીના સિનિયર મેનેજરનો ફાંસો ખાઇને આપઘાત

આર્થિક રીતે સદ્ધર પરિવારના મોભીના આપાઘાતનું કારણ જાણવા પોલીસની તપાસ

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
એલેમ્બિક કંપનીના સિનિયર મેનેજરનો ફાંસો ખાઇને આપઘાત 1 - image

 વડોદરા,એલેમ્બિક કંપનીના સિનિયર મેનેજર રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો છે. આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોરવા એલેમ્બિક કોલોનીમાં રહેતા ૫૩ વર્ષના કુંદનસીંગ બળવંતસીંગ દુબડીયાએ આજે  રહસ્યમય સંજોગોમાં ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.ગોરવા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. મહેશભાઇએ તપાસ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે, કુંદનસીંગ એલેમ્બિક કંપનીમાં સિનિયર મેનેજર તરીકે નોકરી કરે છે. તેમના પત્ની પણ એલેમ્બિક કંપનીમાં મેનેજર છે. તેમની બે પુત્રીઓ અભ્યાસ કરે છે. આજે બપોરે તેમની પુત્રી ઘરે આવી ત્યારે આપઘાતની જાણ થઇ હતી. પોલીસનો કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નથી. પોલીસે મોબાઇલ ફોન કબજે લીધો છે. પરિવારજનોની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આપઘાતનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આર્થિક રીતે સદ્ધર પરિવારના મોભીએ આપઘાત કરી લેતા આ કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.


Google NewsGoogle News