Get The App

વડોદરામાં ગણેશ ઉત્સવ દરમિયાન PM અને CMના કટઆઉટ સાથે બનાવેલા સેલ્ફી પોઇન્ટ પાછળ કોર્પોરેશનને રૂ.65.49 લાખનો ખર્ચ થયો

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
વડોદરામાં ગણેશ ઉત્સવ દરમિયાન PM અને CMના કટઆઉટ સાથે બનાવેલા સેલ્ફી પોઇન્ટ પાછળ કોર્પોરેશનને રૂ.65.49 લાખનો ખર્ચ થયો 1 - image

વડોદરા,તા.19 ડિસેમ્બર 2023,મંગળવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજય સરકાર તથા ભારત સરકારની વિવિધ યોજનાઓ અને સિધ્ધિઓનું પ્રજામાં જાગૃતિ લાવવા અને જાણકારી પ્રાપ્ત થાય તે હેતુથી પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રીના કટ આઉટ સાથેના 150 સેલ્ફી પોઇન્ટસ, ગણેશ ઉત્સવ દરમિયાન શહેરના વિવિધ 150 જગ્યાએ રાખવામાં આવેલ કામગીરીનો થયેલ કૂલ ખર્ચ રૂ.65,49,000 સ્વચ્છ ભારત મિશન 2.0 હેઠળ Information, Education and Communication (IEC) કોમ્પોનેન્ટ હેઠળ મળેલ ગ્રાન્ટ પેટે પાડવા માટેની મંજૂરી મળવા તથા આ બાબતની તમામ સતા મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કરવામાં આવશે. 

પાલિકા દ્વારા ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ચંદ્રયાન-3, પ્રધાન મંત્રી આવાસ યોજના, જલ જીવન મિશન, સશકત ભારત, ઉડાન તથા ખેલ-કુદની સિધ્ધિઓનું નાગરિકોમાં જાગૃતતા અને જાણકારી પ્રાપ્ત થાય તે હેતુથી સંબંધિત વિભાગ દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.

શહેરજનોમાં ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓ અંગે જાગૃતતા વધે તથા છેવાડાના નાગરિક સુધી યોજનાઓનો લાભ મળે તેવા ઉમદા હેતુથી પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રીના કટ આઉટ સાથેના 150 સેલ્ફી પોઇન્ટસ શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિ સ્થાપના અને મંડપોની બાજુની જગ્યાએ રાખવામાં આવેલ. ઇજારદાર દ્વારા શહેરના વિવિધ 150 જગ્યાઓ મૂકવામાં આવેલ સેલ્ફી પોઇન્ટસની કામગીરીનો ખર્ચ રૂ.65,49,000 થયેલ હતો. ખર્ચને મંજૂરી આપવાની દરખાસ્ત રજૂ થઈ છે.


Google NewsGoogle News