સેલંબામાં અજંપાભર્યો માહોલ બીજા દિવસે પણ બજારો બંધ

શાંતિ સમિતિની બેઠકમાં સાંસદના આક્ષેપો ઃ બે નંબરના ધંધા કરનારાએ તોફાનોમાં ભાગ ભજવ્યો છે

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
સેલંબામાં અજંપાભર્યો માહોલ બીજા દિવસે પણ  બજારો બંધ 1 - image

રાજપીપળા તા.૩૦ નર્મદા જિલ્લાના  સેલંબા ગામે ગઇકાલે બજરંગદળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવી ત્યારે હિન્દુ અને મુસ્લિમ કોમના ટોળાએ સામસામે ભારે પથ્થરમારો કરી કેટલીક દુકાનોમાં આગચંપી પણ કરવામાં આવી હતી. નાનકડા ગામમાં કોમી તફાનો બાદ આજે બીજા દિવસે  અજંપાભરી શાંતિ વચ્ચે કરફ્યૂ જેવો માહોલ જોવા મળ્યો હતો.

નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા આ ગામમાં ત્રણ જિલ્લાની પોલીસ સુરક્ષા વ્યવસ્થા માટે મૂકી દેવામાં આવી છે આજે ૨૪  કલાક  બાદ પણ ગામમાં તમામ બજારો બંધ છે અને લોકો પોતાના ઘરોમાં પુરાઈ ગયા છે. આજે ભરૃચના સાંસદ મનસુખ વસાવાએ ગામની મુલાકાત  લીધી હતી. સેેલંબા ખાતે પંચાયત કચેરીના પ્રાંગણમાં શાંતિ સમિતિની બેઠક બંને કોમના આગેવાનો સાથે યોજાઇ હતી.

સાંસદે આક્ષેપો કર્યા હતાં કે આ તોફાનો રિંગ લીડરો દ્વારા કરાવવામાં આવ્યા છે અને બે નંબરના ધંધા કરનારા લોકોએ આ તોફાનોમાં મોટો ભાગ ભજવ્યો છે. સાંસદે શાંતિ સમિતિની બેઠકમાં કહ્યું કે શાંતિના દૂતો દ્વારા આ તોફાનો કરાવવામાં આવ્યા છે અને પછી શાંતિ દુત બનીને સાંત્વના આપવા આવી જાય છે આવા લોકોથી ચેતવાની જરૃર છે.

નર્મદા એસપીએ જણાવ્યુ હતું કે ૪૪ લોકોને રાઉન્ડઅપ કર્યા છે. સીસીટીવી કેમેરા ચેક કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે બીજી બાજુ આજે ત્રણ અલગ અલગ ફરિયાદો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.



Google NewsGoogle News