ભુસ્તર તંત્ર દ્વારા ૧૦ વાહનો-મશીનો સીઝઃ૪ કરોડનો મુદ્દામાલ જપ્ત
ગેરકાયદેસર ખનીજ વહન અને સંગ્રહના કેસમાં ખાણખનીજ વિભાગનો
સપાટો
રોયલ્ટીપાસ વગર રેતીની હેરાફેરીના કિસ્સામાં ચાર વાહનો જ્યારે ગેરકાયદે ખનીજ સંગ્રહમાં છ મશીનો-વાહનો જપ્ત
ગાંધીનગર જિલ્લામાં હલા ચોમાસું હોવા છતા અને નદીઓમાં પાણી
હોવા છથા પણ બેફામ રેતી ચોરી થઇ છે ત્યારે તંત્ર દ્વારા નદીનામાં રેડ પાડવા જાય છે
તો તે પહેલા આ રેતીચોરો ભાગી જાય છે અને ઘણા કિસ્સામાં તંત્રના અધિકારી-કર્મચારીઓ
ઉપર હુમલા પણ થાય છે ત્યારે જિલ્લા કલેક્ટર મેહુલ દવેની સુચનાને પગલે ગાંધીનગરના
મદદનીશ ભુસ્તરશાી પ્રણવ સિંહ અને તેમની ટીમના ખાણ ખનિજ ખાતાના રોયલ્ટી ઇન્સ્પેકટર
અને માઈન્સ સુપરવાઈઝર દ્વારા વિવિધ જગ્યાએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે
અંતર્ગત છેલ્લા ૨૪ કલાક દરમ્યાન વિવિધ જગ્યાથી કુલ ચાર ડમ્પર બિનઅધિકૃત રોયલ્ટી
પાસ વગર વહન કરતા પકડવામાં આવ્યા છે.એટલુ જ નહીં, બિનઅધિકૃત રેતી-માટી એન કપ્ચીનો સંગ્રહ કરવાના કેસમા છ
જેટલા વાહનો અને મશીનો સીઝ કરવામાં આવ્યા છે .આ વાહનોને ગુજરાત મિનરલ્સ પ્રિવેશન
ઓફ ઇનલીગલ માઈનીંગ, ટ્રાન્સપોર્ટેશન
એન્ડ સ્ટોરેજના નિયમ હેઠળ સીઝ કરીને ગેરકાયદે ખનીજ વહન તથા બિનઅધિકૃતરીતે સંગ્રહના
કેસમાં કુલ ૧૦ મશીનો-વાહનો મળીને કુલ આશરે
ચાર કરોડના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સરગાસણ અને નાના ચિલોડામા રેતી તથા કપચીના સંગ્રહ બદલ નોટિસ
ગાંધીનગર જિલ્લા ભુસ્તર તંત્ર દ્વારા બિન અધિકૃત સંગ્રહ
કરેલા ખનીજોના બે સ્ટોક સીઝ કરવામાં આવ્યા છે જ્યાં સરગાસણ તથા નાના ચિલોડા ખાતે
બિનઅધિકૃત રીતે સંગ્રહ કરેલી સાદીરેતી તથા કપચીના જથ્થા સહિત કુલ ૬ મશીન અને વાહનો
સીઝ કરાયા છે જે સીઝ કરેલી સાદીરેતી તથા બ્લેકટ્રેપ ખનિજોના સંગ્રહ કરેલા
બિનઅધિકૃત જથ્થા બાબતે આધાર પુરાવા રજુ કરવા અંગે ખુલાસા નોટિસ પણ સ્ટોકના
માલિકોને ઇસ્યુ કરવામાં આવી છે. સ્ટોક સંચાલકોને મળેલી મંજુરી સામે તેમના દ્વારા
કરવામાં આવેલા સ્ટોકની માપણી કરીને જે તે સંચાલોકને દંડ પણ ફટકારવામાં આવશે.