પહેલા બે કલાકનું ધીમું મતદાન જોતાં કાર્યકરો સ્વયંભૂ બહાર નીકળ્યા,પૌવાના ફૂડપોઇઝનિંગ બાદ નાસ્તા પડી રહ્યા
વડોદરાઃ વડોદરામાં મતદાન દરમિયાન ગરમીને કારણે ફિક્કો માહોલ દેખાયો હતો.જેને કારણે ભાજપ અને કોંગ્રેસની છાવણીમાં મતદાનના આંકડા વિશે ચિંતા છવાઇ હતી.
એક તરફ ગરમીને કારણે મતદાન વહેલું કરવા માટે અપીલ કરવામાં આવતી હતી ત્યારે સવારે ૭થી ૯ના પહેલા બે કલાકનું મતદાન માંડ ૧૦ ટકા જેટલું થતાં રાજકીય પક્ષના મોવડીઓ મૂંઝાયા હતા.તો બીજીતરફ કંગાળ મતદાન જોતાં અનેક વિસ્તારોમાં ખાસ કરીને ભાજપના જૂના કાર્યકરો સ્વયંભૂ રીતે બહાર નીકળ્યા હતા.
આ દરમિયાન ફતેગંજમાં બટાકાપૌંવા ખાધા બાદ ફૂડપોઇઝનિંગનો બનાવ બનતાં વાયુવેગે વાત પ્રસરી હતી અને અનેક સ્થળોએ કાર્યકરો નાસ્તાથી દૂર રહેતાં નાસ્તા પડી રહ્યા હતા.