SMCના 52 લાખના દારૃના કેસમાં જવાહરનગરના PI સસ્પેન્ડઃએક મહિનામાં બીજા PI સસ્પેન્ડ

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
SMCના 52 લાખના દારૃના કેસમાં જવાહરનગરના PI સસ્પેન્ડઃએક મહિનામાં બીજા PI સસ્પેન્ડ 1 - image

વડોદરાઃ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં એક મહિનામાં બીજા પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ થતાં પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલે સરદાર એસ્ટેટ પાસે દરોડો પાડી રૃ.સવા કરોડ ઉપરાંતનો દારૃનો કેસ કર્યો હતો.જેમાં બાપોદના પીઆઇ સી પી વાઘેલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ ઉત્તરાયણ પહેલાં રણોલીમાં એસએમસીની ટીમે દરોડો પાડી દારૃના કટિંગ કરતા ચાર આરોપીને ઝડપી પાડયા હતા અને રૃ.૩૨ લાખનો દારૃ,૨૦ લાખની કિંમતના ત્રણ વાહનો મળી કુલ રૃ.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યા હતા.જે કેસમાં જવાહરનગરના પીઆઇ એમ એન શેખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News