બોટકાંડના આરોપીઓને શોધવા પોલીસના બે રાજ્યોમાં ધામા,પરેશ શાહના પરિવારના નામો પણ અધૂરા દર્શાવ્યા

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
બોટકાંડના આરોપીઓને શોધવા પોલીસના બે રાજ્યોમાં ધામા,પરેશ શાહના પરિવારના નામો પણ અધૂરા દર્શાવ્યા 1 - image

વડોદરાઃ હરણી બોટ કાંડના ફરાર આરોપીઓને શોધવા માટે બે રાજ્યોમાં પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,કુલ ૧૯ આરોપીઓમાંથી ૬ આરોપી પકડાયા છે.જ્યારે,બાકીના ૧૩ની તપાસ કરવામાં આવી રહી છે.આ પૈકીના કેટલાક આરોપીઓ અન્ય રાજ્યોમાં હોવાથી પોલીસની ટીમોએ બે રાજ્યોમાં ધામા નાંખ્યા છે.

આ ઉપરાંત  આરોપીઓ વિદેશ ફરાર થઇ ના જાય તે માટે તમામ એરપોર્ટ પર લુકઆઉટ નોટિસ મોકલી આપી છે.

વડોદરાની એક કથાના આયોજનમાં મુખ્ય સૂત્રધાર પરેશ શાહ સક્રિય હતો

 પરેશ શાહની પત્ની,પુત્ર અને પુત્રીના નામો પણ કોર્પોરેશને અધૂરા દર્શાવ્યા

ફરિયાદમાં પરેશની પત્ની નૂતન,પુત્રી વૈશાખી અને પુત્ર વત્સલના ટૂંકા નામો લખાવ્યા

(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,શનિવાર

હરણી બોટ દુર્ઘટનાના બનાવમાં સૂત્રધાર પરેશ શાહના પરિવારના ત્રણ સદસ્યો ભાગીદાર હોવા છતાં કોર્પોરેશને ફરિયાદમાં ત્રણેયના ટૂંકા નામ લખાવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ,હરણી તળાવનો વહીવટ કરતા પરેશ શાહે તેની પત્ની નૂતન પરેશ શાહ,પુત્રી વૈશાખી પરેશ શાહ અને પુત્ર વત્સલ પરેશ શાહ(ત્રણેય રહે.એન-૨૦, પાર્વતી નગર,સ્વામિનારાયણ નગર-૪,હરણી રોડ)ને મે.કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર બનાવ્યા હતા.પરંતુ કોર્પોરેશને ત્રણેયના ટૂંકા નામો લખાવ્યા હતા.

પરેશ શાહ તાજેતરમાં થયેલી એક કથાના આયોજનમાં પણ સક્રિય રહ્યો હોવાની પણ માહિતી ચર્ચામાં છે.જ્યારે બનાવ  બન્યો ત્યારે તે સ્થળ પર  પણ હાજર હતો અને ત્યારબાદ ફરાર થઇ ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.


Google NewsGoogle News