Get The App

વાસદ બ્રિજ પરથી મહીસાગરમાં પડતું મુકનાર યુવકની શોધખોળ

Updated: Sep 29th, 2022


Google News
Google News
વાસદ બ્રિજ પરથી મહીસાગરમાં પડતું મુકનાર યુવકની શોધખોળ 1 - image

વડોદરા,તા.29 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર

વડોદરાના વાસદ બ્રિજ તેમજ સાવલી અને પાદરા બ્રિજ પાસે મહીસાગર નદીમાં આપઘાત કરવાના અવારનવાર બનાવ બનતા હોય છે. આજે આવા જ એક બનાવમાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.

મહીસાગર નદી ઉપર આવેલા બ્રિજ પર થોડા સમય પહેલા પોલીસની શી ટીમે એક મહિલાને છેલ્લી ઘડીએ બચાવી લીધી હતી. પોલીસ દ્વારા પણ ઉપરોક્ત સ્યુસાઈડ સ્પોટ વિસ્તારમાં વોચ રાખવામાં આવતી હોય છે.

આજે સવારે વાસદ ખાતે બ્રિજ પરથી એક યુવકે નદીમાં છલાંગ લગાવી હોવાનો બનાવ બનતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નદીમાં બોટ ઉતારીને શોધખોળ કરવામાં આવી રહી છે.

પ્રાથમિક તબક્કે આ યુવક સમા વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. તેને શોધવા માટે સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી રહી છે. યુવકનું નામ ઠામ મળે ત્યારબાદ વધુ વિગતો ખુલશે.

Tags :
VadodaraVasad-BridgeMahisagar-river

Google News
Google News