વડોદરા નજીક વાસદ બ્રિજ પરથી પડતું મૂકનાર કાર ચાલકની શોધખોળ
Vadodara News : વડોદરા નજીક વાસદ બ્રિજ પરથી આજે વધુ એક વ્યક્તિએ પડતું મૂક્યું હોવાની આશંકાને પગલે ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
વાસદ થી વડોદરા તરફ આવતા મહીસાગરના બ્રિજ ઉપર આજે વહેલી સવારે બિનવારથી હાલતમાં એક કાર મળી આવી હતી. રાજકોટ તરફની આ કારના ચાલકે નદીમાં પડતું મૂક્યું હોવાની આશંકાને પગલે નંદસરી પોલીસે તપાસ કરી હતી.
કારચાલકનો આસપાસના વિસ્તારમાં પતો નહીં મળતા આખરે સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિજની મદદ લેવામાં આવી હતી. પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સવારથી શોધખોળ કરવામાં આવી રહી છે. પરંતુ હજી સુધી કારચાલકનો નદીમાં પત્તો હાથ લાગ્યો નથી. નંદેસરી પોલીસે કારચાલકના પરિવારજનોનો સંપર્ક સાધી આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.