વડોદરા ગોલ્ડનચોકડી પાસે કેનાલમાં વધુ એક યુવક ડૂબતાં શોધખોળ

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
વડોદરા ગોલ્ડનચોકડી પાસે  કેનાલમાં વધુ એક યુવક ડૂબતાં શોધખોળ 1 - image

વડોદરાઃ વડોદરા પાસેની કેનાલમાં વધુ એક યુવક ડૂબી ગયો હોવાનો બનાવ બન્યો છે.મોડી સાંજ સુધી તેનો પત્તો લાગ્યો નહતો.

મધ્યપ્રદેશથી વડોદરા આવેલો રામબાબુ નામનો ડ્રાઇવર ગોલ્ડન ચોકડી પાસે કેનાલમાં નાહવા ગયો ત્યારે પાણીના વહેણમાં તણાઇ જતાં તેની શોધખોળ કરવામાં આવી હતી.

યુવકનો પત્તો નહિં લાગતાં આખરે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.પરંતુ મોડીસાંજ સુધી તેનો કોઇ પત્તો લાગ્યો નહતો.


Google NewsGoogle News