Get The App

ગેંડા સર્કલ પાસે આવેલી ઇમિગ્રેશનની ઓફિસમાં સીઆઇડી દ્વારા સર્ચ

વિઝા માટે ડૂપ્લિકેટ દસ્તાવેજોના ઉપયોગ થતા હોવાની ફરિયાદના આધારે સીઆઇડીના રાજ્યવ્યાપી દરોડા

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
ગેંડા સર્કલ પાસે આવેલી ઇમિગ્રેશનની ઓફિસમાં સીઆઇડી દ્વારા સર્ચ 1 - image

 વડોદરા,વિઝા માટે ડૂપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ બનાવી છેતરપિંડી કરવામાં આવતી હોવાની માહિતીના આધારે સીઆઇડી ક્રાઇમની ૧૭ ટીમોએ રાજ્યવ્યાપી દરોડા પાડયા હતા. વડોદરાના ગેંડા સર્કલ પાસે આવેલી ઇમિગ્રેશનની ઓફિસમાં  પણ સર્ચ કરવામાં આવી હતી. જેના પગલે ઉત્તેજના વ્યાપી હતી. ઓફિસમાંથી મળેલા દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે.

વિદેશ જવાની ઘેલછામાં ઘણા લોકો લેભાગુ એજન્ટની જાળમાં ફસાઇને છેતરાતા  હોય છે. સ્ટુડન્ટ, ટુરિસ્ટ અને વર્ક પરમિટના વિઝા મેળવવા માટે અરજદારની જાણ બહાર કેટલીક વખત બોગસ ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી પૈસા પડાવવામાં આવતા હતા. ભેજાબાજો દ્વારા બોગસ ઓફર લેટર પણ આપવામાં આવતા હતા. જે અંગેની ઢગલાબંધ ફરિયાદો મળતા સી.આઇ.ડી.ક્રાઇમના ડી.જી. રાજકુમાર  પાંડિયનની સૂચના મુજબ, એસપી મુકેશ પટેલ દ્વારા અલગ - અલગ ૧૭ ટીમ બનાવવામાં આવી હતી. આજે એકસાથે ૧૭ સ્થળે તપાસ કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર, અમદાવાદ તથા વડોદરામાં આવેલી ઓફિસમાં જઇ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. વડોદરામાં ગેંડા સર્કસ પ ાસે આવેલી માઇગ્રેશન ઓવરસિઝ નામની વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં ડીવાયએસપી અને  બે  પીઆઇની આગેવાની  હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લગભગ ચાર કલાક સુધી ચાલેલી તપાસમાં પોલીસે દસ્તાવેજો કબજે લઇ તેની ચકાસણી શરૃ કરી છે. જોકે, હાલમાં કોઇ શંકાસ્પદ દસ્તાવેજો મળ્યા નથી. ઓફિસમાંથી બે થી ત્રણ સ્ટુડન્ટની ડિગ્રી સર્ટિફિકેટ મળ્યા છે. જેની યુનિવર્સિટી ખાતે તપાસ કરવામાં આવશે. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


માઇગ્રેશન ઓવરસિઝ છેલ્લા ૨૦ વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલી છે

વડોદરા,સીઆઇડી ક્રાઇમના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઓફિસ અગાઉ સયાજીગંજમાં ચાલતી હતી. અને છેલ્લા એક વર્ષથી તેની ઓફિસ ગેંડા સર્કલ પાસે છે. ઓફિસના સંચાલક  છેલ્લા ૨૦ વર્ષથી વિઝાના ધંધા સાથે સંકળાયેલા છે. તેમના વિરૃદ્ધ અગાઉ કોઇ કેસ નોંધાયો નથી. તેમછતાંય મળેલી માહિતીના આધારે ઓફિસમાંથી કેટલાક દસ્તાવેજો કબજે લઇ તેની  ચકાસણી શરૃ કરવામાં આવી છે.


Google NewsGoogle News