SMCએ કરેલા 28 લાખના દારૃના નેટવર્કની તપાસ માટે 4 આરોપીની કોલ્સ ડીટેલ કઢાવી
વડોદરાઃ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી રૃ.૨૮ લાખના દારૃના કરેલા કેસના કિસ્સામાં લક્ષ્મીપુરા પોલીસમાં ગુનો નોંધાયા બાદ જવાહરનગર પોલીસ સ્ટેશનના પીઆઇને તપાસ સોંપાઇ હતી.આજે રિમાન્ડ પુરા થતાં ચારેય આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા.
સ્ટેટ મોનિટરિંગ સેલે પકડેલા દારૃના કેસમાં પકડાયેલા વારસીયાના કુખ્યાત કાલુ ટોપી સંદરદાસ,હિમાંશુ ઉર્ફે ભોલો અગ્રવાલ,શૈલેષ મહિડા અને મુકેશ ઉદાસી મળી ચાર આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા.
દારૃનું નેટવર્ક જાણવા માટે પીઆઇ એમ એન શેખે તેમના મોબાઇલ કબજે લઇ કોલ્સ ડીટેલ કઢાવી છે.જ્યારે ફરાર થઇ ગયેલા લાલુ સિન્ધી સહિતના આરોપીઓ હજી હાથ લાગ્યા નથી.