વડોદરાની સ્કૂલોનું ૫૮મુ ગણિત-વિજ્ઞાાન પ્રદર્શન યોજાયુ
વડોદરાઃ વડોદરા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણિત તેમજ વિજ્ઞાાન પ્રદર્શનનુ તા.૬ થી ૮ નવેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વડોદરા શહેર અને જિલ્લાની પ્રાથમિક સ્કૂલોના વિદ્યાર્થીઓની ૫૦ તેમજ માધ્યમિક સ્કૂલોના વિદ્યાર્થીઓની ૭૦ કૃતિઓ આમ કુલ ૧૨૦ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.હવે વિજેતા કૃતિઓની જાહેરાત કરવામાં આવી છે.
પ્રાથમિક સ્કૂલોમાં જુઆર તેમજ બાજરા જેવા આખા ધાન્ય અંગે જાગૃતિ ફેલાવતા અનગઢ પ્રાથમિક સ્કૂલના બાળકોના પ્રોજેકટને, સોલાર પેનલની મદદથી ડ્રિપ ઈરિગેશન પધ્ધતિ વડે ખેતી દર્શાવતા ડેસરની ઘેલાપુરી પ્રાથમિક સ્કૂલના પ્રોજેકટને વિજેતા જાહેર કરાયા છે.સાથે સાથે અકોટાની મા ભારતી પ્રાથમિક સ્કૂલોના વિદ્યાર્થીઓના સંકલિત ખેતીના પ્રોજેકટને, બાજવા-૨ પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓના વાયરલેસ રોડ ચાર્જિંગ પ્રોજેકટને અને ડભોઈની તેન તલાવ સ્કૂલના વિદ્યાર્થીઓના માય કોડ પ્રોજેકટને પણ વિજેતાની કેટેગરીમાં મુકવામાં આવ્યા છે.
માધ્યમિક સ્કૂલોમાં વડોદરાની ગુજરાત વિદ્યુત બોર્ડ વિદ્યાલયના વિદ્યાર્થીઓના ધૂમ્રપાનથી શરીર પર થતી અસરના પ્રોેજકટને, ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓના વોટર બોટ પ્રોજેકટને, સુભાનપુરાની રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલના વિદ્યાર્થીઓના સ્માર્ટ ફાર્મિંગ પ્રોજેકટને વિજેતા જાહેર કરાયા છે.તેની સાથે સાથે લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલના આર્મી મિત્ર પ્રોજેકટ થતા બરોડા હાઈસ્કૂલ દંતેશ્વરના વિદ્યાર્થીઓના મેથ્સ ઈન નેચર...પ્રોજેકટને પણ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે.
આ તમામ વિજેતા પ્રોજેકટ ઝોન કક્ષાએ યોજાનારા પ્રદર્શનમાં રજૂ કરાશે.આ પ્રદર્શન રાજપીપળામાં યોજાવાનુ છે.જેમાં વિજેતા પ્રોજેકટ રાજય કક્ષાના પ્રદર્શનમાં જોવા મળશે.