સ્કૂલ એસો. દ્વારા પાલિકા મ્યુ. કમિશનરને રજૂઆત: એનઓસીમાં મુશ્કેલી
Image: Wikipedia
આજે વડોદરા પ્રીસ્કૂલ એસો. દ્વારા ફાયર એનઓસી તથા અન્ય મુદ્દે પડતી મુશ્કેલી અંગે મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડની દુર્ઘટના બાદ એક્શનમાં આવેલા પાલિકા તંત્રના ફાયર બ્રિગેડ દ્વારા મોટા કોમ્પ્લેક્સોની ઠેર ઠેર ચકાસણી કરવા સહિત સીલ મારવા અને નોટિસો આપવા સહિતની કડક કાર્યવાહી શરૂ કરી છે ત્યારે પ્રીસ્કૂલને ફાયર એનઓસી મેળવવા બાબતે ભારે મુશ્કેલીઓનો સામનો કરવા અંગે રજૂઆત કરી હતી. જેથી મકાન વપરાશના એનઓસી મેળવવામાં પડતી મુશ્કેલીઓ સહિત થતા વિલંબ બાબતે યોગ્ય સમયે આપવા રજૂઆત કરી હતી. મકાન વપરાશ પ્રમાણપત્ર અને અગ્નિશામક એનઓસી મેળવવા માટે પૂરતો સમય આપવા પણ માંગ કરી હતી. જોકે પ્રીસ્કૂલ એસોસિએશન દ્વારા એવી પણ ખાતરી આપવામાં આવી હતી કે તમામ સભ્યોની સલામતી અને પાલિકાના નિયમો પાલન કરવા એસો. કટિબદ્ધ હોવાનું પણ જણાવાયું હતું.