મોબાઇલ પર ક્રિકેટ સટ્ટો રમાડતાં કલોલ અને કડીના શખ્સ ઝડપાયાં
મહેસાણાની હદમાં આવેલા ખેતરમાં
પોલીસે રૃપિયા ૧.૨૦ લાખના બે આઇફોન કબ્જે કરીને બે ગ્રાહકો અને આઇડી આપનારા બે શખ્શો સામે ગુનો નોંધ્યો
લોકલ ક્રાઇમ બ્રાન્ચ
મહેસાણાના ઇન્સપેક્ટર એસ. એસ. નીનામાના જણાવ્યા પ્રમાણે સબ ઇન્સપેક્ટર જે. એમ.
ગેહલાવત સહિતની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન માહિતી મળવાના પગલે લાંઘણજ
પોલીસ સ્ટેશનની હદમાં આવતા જોરણંગ ગામની સીમમાં પહોંચેલી પોલીસે ખેતરમાં ટયુબવેલની
ઓરડી પાસે બેસીને ઇન્ડિયન પ્રિમીયર લીગની ક્રિકેટ મેચો પર સટ્ટા બેટિંગથી હાર
જીતનો જુગાર રમાડતાં કલોલ તાલુકાના ધમાસણા ગામના તેજશ જશુભાઇ પટેલ અને કડી
તાલુકાના વડપુરા ગામના નાગેશ રણછોડભાઇ પટેલને ઝડપી પાડયા હતાં. આરોપીઓ પોતે અને
મળતીયાઓ મારફતે જુગાર રમાડતા હતાં. તેમની પાસેથી રૃપિયા ૧.૨૦ લાખની કિંમતના બે
આઇફોન જપ્ત કરવાની સાથે સટ્ટામાં જોડાયેલા ૧૨૩ કેએએલ અને ૧૨૧ કેકે નામથી જોડાયેલા
બે ગ્રાહક તથા આઇડીઆ ૨૪૭ અને રાધે એક્સચેન્જ નામનું આઇડી આપનારા બે શખ્શો સામે પણ
ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૃ કરી હતી