વડોદરા: સયાજીગંજના વેપારીને પિતા-પુત્ર દ્વારા જાનની મારી નાખવાની ધમકી
Image Source: Freepik
વડોદરા, તા. 13 ફેબ્રુઆરી 2024 મંગળવાર
વડોદરાનાં સયાજીગંજ વિસ્તારમાં કસરતના સાધનો પાસેથી લીધા બાદ રૂપિયા 125 લાખના ઉપરાંતની રકમ પિતા પુત્ર પરતા કરતા ન હતા. જેથી વેપારીએ બંને પાસે રૂપિયાની માગણી કરતા તેઓએ તેમના જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વેપારી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
શહેરના તાંદલજા વિસ્તારના અમન બંગલોમાં રહેતો સંજયકુમાર ઇબ્રાહીમભાઈ કાલાઘોડા સર્કલ ખાતે જીમ(કસરત)ને લગતા સાધનોનુ વેચાણ કરી વેપાર કરે છે. તેઓ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઇ 5 ફેબ્રુવારીના રોજ સાંજના સમયે વર્ષ 2017માં કૌશલ વાસુદેવ યાદવને વેપાર અર્થે મારા દુકાનમાંથી જીમને લગતા સાધનો વેચાણથી આપ્યા હતા. જેમાંથી મારે તેમની પાસેથી 25 લાખ ઉપરાંતની રકમ લેવાની થતી હતી. જેની મે તેમની પાસે અવારનવાર માગણી કરતો હતો. પરંત તેઓ બે અલગ અલગ તારીના ધવલ પ્રેમચંદ ગૌડિયાના નામના ચેક લખીને આપ્યા હતા. ત્યારબાદ ફરી વર્ષ 2004માં મારાની રૂપિયાની માગણી કરી હતી પરંતુ ધવલે મારી સાથે ઝઘડો કર્ હતો તથા તેના પિતા પ્રેમચંદને કોન્ફરન્સમાં લેતા તેમણે પણ મારી સાથે માથાકુટ કરી હતી. તેમણે મને ફોન પર ગાળો આપી તુ ક્યાં છે હુ ત્યાં આવીને તને જાનથી મારી નાખીશ તેવી ભલે મને જેલમાં જવુ પડે તેમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સયાજીગંજ પોલીસે વેપારીની ફરિયાદના આધારે પિતા પુત્ર સામે કાદેસરની કાર્યવાહી હાથ ધરી છે.