Get The App

સયાજી હોસ્પિટલને ૮૫ લાખની કિંમતના સાધનો ભેટમાં મળ્યા

એનેસ્થેસિયાના બે મશીન તેમજ ડિજિટલ એક્સ - રે ની સુવિધા ઉપ્લબ્ધ

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
સયાજી હોસ્પિટલને ૮૫ લાખની કિંમતના સાધનો ભેટમાં મળ્યા 1 - image

 વડોદરા,સયાજી હોસ્પિટલને આજે ૮૫ લાખની કિંમતના બે મશીનો ભેટ મળ્યા છે. જેના કારણે દર્દીની સારવાર કરવામાં અને તેના પેરામીટર પર ધ્યાન રાખવામાં સરળતા રહેશે.

   આ અંગે જાણકારી આપતાં તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું હતું કે, ફોરેન્સિક વિભાગમાં નવા ડિજિટલ એકસ રે ની સુવિધા થઈ છે. આ ઉપરાંત કોલ્ડરૃમમાં,મૃતદેહોની ઉચિત સાચવણી માટે બે કેબિનેટનો પણ ઉમેરો થયો છે.

  અન્ય એક એકમ તરફથી  એનેસ્થેસિયા વિભાગને અતિ આધુનિક એનેસ્થેસિયા વર્ક સ્ટેશન મળ્યું છે. જેના કારણે બહુ જ જટિલ અને જોખમી દર્દીઓમાં ખૂબ જ  ચોક્સાઇથી અને સલામત રીતે એનેસ્થેસિયા આપી શકાશે.  આ  મશીનમાં સંપૂર્ણ સજ્જ મોનિટરિંગ સિસ્ટમ અને વેન્ટિલેટર હોવાથી કાર્ડિયાક પેરામીટર, એનેસ્થેટિક એજન્ટ અને ગેસના પ્રમાણનું મોનિટરિંગ સતત થશે. આ ઉપરાંત યુ.એસ.જી. મશીનથી રિજીયોનલ એનેસ્થેસિયા આપી શકાશે. તેમાં કોમ્પલિકેશન અને ફેઇલ્યોરની ખૂબ જ ઓછી શક્યતા છે.


Google NewsGoogle News