કોન્સ્ટેબલની હત્યાની કોશિશના ગુનામાં સરપંચના બે પુત્ર ઝડપાયા
અગાઉ પકડાયેલા સરપંચની જામીન અરજી નામંજૂર થઇ હતી
વડોદરા,શહેર નજીક આવેલા શંકરપુરા ગામે દારૃની રેડ કરવા ગયેલા ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં નાસતા ફરતા સરપંચના બે પુત્રોને પોલીસે ઝડપી પાડયા છે.
શંકરપુરા ગામે રેડ કરવા ગયેલા કોન્સ્ટેબલ ભૂપતસિંહ પર સરપંચ મહેશ ગોહિલ અને તેના બે પુત્રો વિશાલ તેમજ મહેશે હુમલો કર્યો હતો. કોન્સ્ટેબલને માર મારી જમીનમાં નીચે પાડી દઇ ગળું દબાવી દીધું હતું.
દરમિયાન એલસીબીના અન્ય જવાનો આવી જતા બૂટલેગરો ભૂપતસિંહને છોડીને નાસવા લાગેલ પોલીસે પીછો કરી સરપંચ મહેશ ગોહિલને ઝડપી પાડયો હતો. આ ગુનામાં પોલીસે (૧) વિશાલ મહેશભાઇ ગોહિલ (૨) અક્ષય મહેશભાઇ ગોહિલને ઝડપી પાડયા છે. આરોપીઓ આટલા દિવસ સુધી ક્યાં ભાગતા ફરતા હતા, ક્યાં આશ્રય લીધો હતો. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.