Get The App

૧૫ રાજ્યોની સાડીઓને આજે અલગ અલગ ૭૫ રીતે પહેરીને રજૂ કરાશે

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
૧૫ રાજ્યોની સાડીઓને આજે અલગ અલગ ૭૫ રીતે પહેરીને રજૂ કરાશે 1 - image

વડોદરાઃ ભારતીય સંસ્કૃતિ સાથે સાડી અતૂટ રીતે જોડાયેલી છે.દરેક રાજ્યમાં સાડીની આગવી ડિઝાઈન અને તેને પહેરવાની આગવી પધ્ધતિ હોય છે.એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના ઈન્સ્ટિટયુટ ઓફ ફેશન ટેકનોલોજીના ટેક્સટાઈલ એન્ડ એપેરલ ડિઝાઈનના સ્ટુડન્ટસ વિશ્વ સાડી દિવસની ઉજવણી નિમિત્તે પરંપરાગત અને આધુનિક એમ અલગ અલગ ૭૫ પ્રકારે સાડી પરિધાન કરશે.

ટેક્સટાઈલ એન્ડ એપેરલ ડિઝાઈનના એસોસિસેટ ડાયરેકટર પ્રો.મધુ શરન કહે છે કે, શહેરોમાં સાડીની લોકપ્રિયતા ટકાવી રાખવાનુ પડકારજનક બની રહ્યુ છે.કારણકે હવે નવી પેઢીને લાગે છે કે, સાડી માત્ર લગ્ન અને ધાર્મિક પ્રસંગોમાં પહેરવા માટે હોય છે.તેને પહેરવામાં પણ ખાસો સમય લાગતો હોય છે.જોકે સાડીના સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરવા માટે વિશ્વ સાડી દિવસના એક દિવસ પહેલા એટલે કે ૨૦ ડિસેમ્બરે ઈન્સ્ટિટયુટ ઓફ ફેશન ટેકનોલોજી ખાતે સવારે ૧૦-૩૦ થી ૧ દરમિયાન ઉપરોક્ત ઈવેન્ટ યોજાશે.જેમાં અલગ અલગ ૧૫ રાજ્યોની અલગ અલગ પ્રકારની સાડીઓને  ૭૫ અલગ અલગ રીતે પહેરીને રજૂ કરવામાં આવશે.૨૫૦ જેટલા સ્ટુડન્સ અને અધ્યાપકો આ ઈવેન્ટ માટે ત્રણ મહિનાથી તૈયારી કરી રહ્યા છે.

પ્રો.શરનના કહેવા પ્રમાણે ભારતના વિવિધ રાજ્યોમાં અલગ અલગ પ્રકારની ૪૦ કરતા વધારે સાડીઓનુ ચલણ છે.દરેક રાજ્યની મહિલાઓની સાડી પહેરવાની આગવી રીત પણ હોય છે.ભારતમાં દરેક રાજ્યમાં ભાષાની જેમ સાડી પણ બદલાતી હોય છે.સૌથી મહત્વનો બદલાવ એ આવ્યો છે કે,  ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ મહિલાઓ સાડી પહેરવાનુ પસંદ કરે છે અને શહેરી વિસ્તારોમાં મહિલાઓમાં સાડી પહેરવાનુ ચલણ ઓછુ થઈ રહ્યુ છે.આવતીકાલ, બુધવારે યોજાનારી ઈવેન્ટને એમ.એસ.યુનિવર્સિટીની સ્થાપનાના ૭૫ વર્ષ સાથે પણ સાંકળી લેવામાં આવી છે.


Google NewsGoogle News