સંદેશખાલીનો વિરોધઃ વડોદરામાં ABVP દ્વારા મમતા બેનરજીના પૂતળાનુ દહન, ટ્રાફિક જામના કારણે લોકો અટવાયા

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
સંદેશખાલીનો વિરોધઃ વડોદરામાં ABVP દ્વારા મમતા બેનરજીના પૂતળાનુ દહન, ટ્રાફિક જામના કારણે લોકો અટવાયા 1 - image

વડોદરા,તા.05 માર્ચ 2024,મંગળવાર

પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ દ્વારા આ વિસ્તારની  મહિલાઓનુ યૌન શોષણ કરવાના ચકચારી મામલામાં વડોદરામાં એબીવીપી દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શનના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

સંદેશખાલીનો વિરોધઃ વડોદરામાં ABVP દ્વારા મમતા બેનરજીના પૂતળાનુ દહન, ટ્રાફિક જામના કારણે લોકો અટવાયા 2 - image

મળતી વિગતો પ્રમાણે દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા આ મામલામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા શાહજહાં શેખને છાવરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો સાથે એબીવીપીના કાર્યકરોએ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસની બહાર સયાજીગંજ વિસ્તારના મુખ્ય રોડ પર મમતા બેનરજીના પૂતળાનુ દહન કરીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

જેના પગલે આ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને ઘણા વાહન ચાલકો અટવાયા હતા. એ પછી પોલીસે સ્થળ પર પહોંચીને એબીવીપીના સંખ્યાબંધ કાર્યકરોને હટાવ્યા હતા અને તેમને વાહનોમાં બેસાડીને સયાજીગંજ પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યાંથી તેમને થોડા સમય બાદ છોડી મુકવામાં આવ્યા હતા.


Google NewsGoogle News