Get The App

બેફામ રેતી ખનનથી નર્મદા તટના હજારો આશ્રમ અને મંદિરોના અસ્તિત્વ ઉપર ખતરો

સરકારને માટે ભગવાનનું નહી, નર્મદા નદીમાથી રેતી ઉલેચતા રેત માફિયાઓનું મહત્વ

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
બેફામ રેતી ખનનથી નર્મદા તટના હજારો આશ્રમ અને મંદિરોના અસ્તિત્વ ઉપર ખતરો 1 - image
મંદિર અને આશ્રમ જે સ્થળે ધસી પડ્યુ તે સ્થળ લાલ વર્તુળમાં દર્શાવ્યુ છે ઼ લાલ કલરનો એરો છે તે સ્થળે રેતી ખનન થઇ રહ્યું છે

વડોદરા : કરજણ  તાલુકાના પ્રસિધ્ધ યાત્રાધામ નરેશ્વરની નજીક દેરોલી ગામે નર્મદા નદીના કિનારે આવેલા બકુલ આશ્રમમાં છેલ્લા ૨૦ વર્ષથી વર્ષના ૩૬૫ દિવસ અન્નક્ષેત્રની સાથે નર્મદા પરિક્રમાવાસીઓની સેવા અવિરત થતી આવી છે. આશ્રમ નર્મદા નદીના કિનારે કોતર પર આવેલો છે. સરકારના નિયંત્રણ વગર આડેધડ રેતી ખનનના કારણે નર્મદા તટ વિસ્તારમાં કિનારાઓ અને કોતરનું ભારે ધોવાણ થયુ છે. સરકાર રેતી માફિયાઓ સામે ચૂપ છે અને તેના કારણે ગત સપ્ટેમ્બર માસમાં કોતર ધસી પડતા મંદિર સહિત આખો બકુલ આશ્રમનો મોટાભાગનો વિસ્તાર નદીમાં સમાઇ ગયો.

દેરોલી ગામ પાસે નર્મદા તટે આવેલો બકુલ આશ્રમ અને પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિઓ સહિતનું મંદિર નર્મદા  નદીમાં સમાઇ ગયું છતાં તંત્ર નિષ્ક્રિય

આશ્રમમાં પરિક્રમાના સમયગાળા દરમિયાન રોજ ૧૦૦ થી ૧૨૫ સાધુ, સંત, તપસ્વી સહિતના પરિક્રમાવાસીઓ આવે છે. આ આશ્રમમાં કોઈ ટ્રસ્ટ નથી, કોઈ ડોનેશન લેવામાં આવતું નથી, કોઈ ફંડ કે દાનપેટી પણ મૂકવામાં આવી નથી. આશ્રમ સંચાલક બકુલભાઈ પોતે ટેકનિકલ જ્ઞાાનની સાથે આધ્યાત્મિક જ્ઞાાન ધરાવે છે. બકુલભાઇ ગત તા.૧૯ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ બનેલી ઘટના અંગે વાત કરતા કહે છે કે સવારે ૮ વાગ્યા હતા. મંદિરમાંથી તડ,તડ અવાજ આવવા લાગ્યા જેના એક કલાકમાં આશ્રમમાં આવેલ બાળકોનો બગીચો જેમાં રમત ગમતના સાધનો, મોટર સાથે ૫૦૦૦ લીટર પીવાના પાણીની ટાંકી , મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી મૂતઓ,સનાતન ધર્મના આધાર ગ્રંથો પૈકી એક રામાયણની સત્યતા પુરવાર કરતી ૭ કિલો ૭૦૦ ગ્રામની તરતી  શિલા, મારો પોતાનો વિશ્રામ-સાધના રૃમ, આશ્રમની સાર સંભાળ રાખનારની રૃમો, પરિક્રમા વાસીઓને આપવામાં આવતાં કપડાં, બૂટ-ચપ્પલ, રૃમાલ, ગરમી-ઠંડીના કપડા, વાસણો સહિતનો રૃમ તેમજ તમામ વાસણો સાથેનું રસોડું બધું એક સાથે નર્મદાજીના જળમાં સમાઈ  ગયું.

આવી પરિસ્થિતિ આવશે એવી અગાઉ પણ  સરકારને જાણ કરાઇ હતી. તેમ છતાં કિનારાઓ ઉપર પ્રોટેક્ટિંગ વોલ સરકાર દ્વારા બનાવવામાં આવી નહી. આખરે મંદિર અને આશ્રમનું ધોવાણ થઇ ગયુ તેમ છતા પણ સરકારે કોઇ જ પગલા લીધા નથી. સરકારની નિષ્ક્રિયતાના પગલે આશ્રમને અંદાજે ૧૨ લાખ જેટલું  નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ૧૨ લાખ રૃપિયા મહત્વના નથી. પરંતુ અગાઉ જાણ કરી હોવા છતા સરકારે પગલા નહી લેતા પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિઓની જળ સમાધિ થાય તે ઘટના સનાતન હિન્દુ ધર્મના અપમાન સમાન છે. નર્મદાના બન્ને કિનારા પર આવા હજારો મંદિરો અને આશ્રમો છે તેના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે.

બેફામ રેતી ખનનથી નર્મદા તટના હજારો આશ્રમ અને મંદિરોના અસ્તિત્વ ઉપર ખતરો 2 - image
બકુલભાઇ મૂર્તિઓ સાથે

ફાયર બ્રિગેડ અને મામલતદાર ના કરી શક્યા તે કામ ગામના ચાર માણસોએે કરી બતાવ્યું

બકુલ આશ્રમના ધોવાણની ઘટના બાદ કરજણ ફાયર બ્રિગેડ, મામલતદાર તથા અન્ય સરકારી અધિકારીઓ સ્થળની મુલાકાત માટે આવી પહોંચ્યા હતાં. પરંતુ ખાસ કાર્યવાહી કરી શક્યા ન હતા. જેનું કારણ એ હતું કે ધરાશાયી થયો તે ભાગ અને આશ્રમ વચ્ચે દશ માળ જેટલી  ઊંચાઈ હતી.  સાથે સાથે મુશળધાર વરસાદ અને નદીની પાણીની સપાટી વધી રહી હતી. આવા કારણોસર સરકારી તંત્રમાં કોઈ અસરકારક પગલાંઓ લેવાયા ન હતાં.  બે દિવસ બાદ બકુલભાઈએ બાજુના ગામમાંથી ચાર વ્યક્તિને બોલાવ્યા હતા.

 સ્થળ સુધી કેમ પહોંચવું , સ્થળ ઉપર લોકેશન કેમ શોધવું, જમીન ખસે તો શું કરવું, પાણીનું વહન વધે તો કેવી રીતે બચવું એવી દરેક પ્રકારની તાલીમ સાથે જરૃરી સાધનો અને પ્રાથમિક સારવાર કિટ સાથે ચાર માણસોના સહારે બકુલભાઇએ અભિયાન શરૃ કર્યુ હતુ અને સાત કલાકની જહેમત બાદ જમીનમાં દટાયેલી રાધાકૃષ્ણ અને ગાયની મૂત, તરતી  શિલા તથા ગણેશજી ની મૂતઓને ઉપર લાવવામાં આવી હતી  અને ગત તા.૧૨ નવેમ્બરે ૨૦૨૪ આ પ્રતિમાઓની આશ્રમમાં હંગામી સ્થળે પુનઃ  પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આશ્રમને થયેલા નુકસાન સામે સરકાર દ્વારા રાહત મળશે તો આશ્રમનો વિકાસ થઈ શકે તેમ છે એવી આશા બકુલભાઇએ કરી છે.

 બકુલ આશ્રમની જળ સમાધિના કારણો

   બકુલ આશ્રમની સામે નદીના તટમાંથી છેલ્લા બે ત્રણ વર્ષથી ખૂબ જ મોટા પ્રમાણમાં કહેવાતા લીઝ ધારકો દ્વારા રેતી ખનન કરવામાં આવી રહ્યું છે અને હાલ પણ ચાલી રહ્યું છે. ઉપરાંત નર્મદા ડેમમાંથી આયોજન વગર વધારે પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં નર્મદા તટના કોતરોની જમીનના પડ પોંચા અને પોલા બની ગયા છે એટલે બકુલ આશ્રમની જેમ જ નર્મદા તટે આવેલા સેંકડો મંદિરો અને આશ્રમો ઉપર ખતરો તોળાઇ રહ્યો છે.

વડોદરા જિલ્લામાં રેતી ખનન

દેરોલી

હિરજીપુરા

ચાણોદ

કરનાળી

શિનોર

માલસર

દિવેર


Google NewsGoogle News