'સમા શાહે સરકારે એટેચ કરેલી ટ્રસ્ટની જમીનના વેચાણ દસ્તાવેજ કરી નાખ્યા'

વૈષ્ણવાચાર્ય ધ્રુમિલકુમારજી અને વૈષ્ણવ અગ્રણીએ મથુરાની જમીનના વોચમેન પાસે ખંડણી માગી હોવાના કેસમાં યુ-ટર્ન

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
'સમા શાહે સરકારે એટેચ કરેલી ટ્રસ્ટની જમીનના વેચાણ દસ્તાવેજ કરી નાખ્યા' 1 - image


વડોદરા : વૈષ્ણવાચાર્ય ધુ્રમિલકુમારજી અને મુંબઇના વૈષ્ણવ અગ્રણી રાજેશ રાઠીએ મથુરાની જમીન સંદર્ભે જમીનની રખેવાળી કરતા વોચમેન પાસે રૃ.૧૦ કરોડની ખંડણી માગીને ધમકીઓ આપી હોવાની ફરિયાદ મથુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.પરંતુ આ ફરિયાદમાં યુ-ટર્ન આવ્યો છે. સમા પી. શાહે ઇન્દિરાબેટીજી ટ્રસ્ટની જમીન કે જે સરકારે એટેચ કરી છે તેને જ વેચી મારવાનો કારસો રચ્યો છે અને તેનો પર્દાફાશ થતાં સમા.પી.શાહે મારી અને રાજેશ રાઠી સામે ખોટી ફરિયાદ કરી છે તેવો આક્ષેપ ખુદ વૈષ્ણવાચાર્ય કરી રહ્યા છે

FIR  પ્રમાણે તા.3 સપ્ટેમ્બરે મે મથુરામાં વોચમેનને રસ્તામાં રોકીને ધમકી આપી પણ તા.1 થી 6 સપ્ટેમ્બર હું વડોદરામાં હતો : ધુ્રમિલકુમારજી

વૈષ્ણવાચાર્ય  ધુ્રમિલકુમારજીનું કહેવું છે કે મારા અને રાજેશ રાઠી વિરુદ્ધ મથુરા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર થઈ છે તે પાયાવગરની છે કારણ કે એફઆઇઆરમાં ઉલ્લેખ છે કે ૩ સપ્ટેમ્બરે મથુરામાં વોચમેનને રસ્તામાં રોકીને મે ધમકી આપી હતી. હકિકત એ છે કે એક સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર સુધી તો હું વડોદરામાં હતો અને તેના પુરતા પુરાવા મારી પાસે છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ ફરિયાદ ખોટી છે.ફરિયાદી પોતાની જાતને સમા પી શાહ દ્વારા નિયુક્ત કેરટેકર કહે છે એ જ વાત સિદ્ધ કરે છે કે તેને સમા પી શાહ સહિતના લોકોએ હાથો બનાવ્યો છે. વૃંદાવનની જે જમીનનો ઉલ્લેખ એફઆઇઆરમાં કરાયો છે તે જમીન તો સરકારે એટેચ કરેલી છે. તેમ છતાં સરકારની મંજૂરી વગર સમા પી. શાહ સહિતના લોકોએ તે જમીનના સેલ એગ્રીમેન્ટ કર્યા છે. આ ગેરકાનુની કૃત્યની જાણ થતા જ રાજેશ રાઠીએ ૨૧ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ મથુરા-વૃંદાવનના એસ.પી.ને ફરિયાદ કરી હતી એટલે રાજેશ રાઠીનો અવાજ દબાવી દેવા માટે અમારી સામે ખોટી એફઆઈઆર કરવામાં આવી છે.

વૃંદાવનની આ જમીન સમા પી.શાહ અને અન્ય લોકોએ જૂના ટ્રસ્ટમાં ખોટી રીતે પોતાને ટ્રસ્ટી તરીકે બતાવીને નવા ટ્રસ્ટમાં દાનમાં લીધી છે. જેનો પણ કોર્ટ કેસ અમદાવાદમાં ચાલી જ રહ્યો છે. આ વિવાદમાં સમા પી.શાહે જૂના  ટ્રસ્ટમાં ગેરકાનુની રીતે ઘુસાડેલા કેટલાક ટ્રસ્ટીઓને જોઈન્ટ આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર દ્વારા ઓર્ડર કરીને ટ્રસ્ટી માંથી હટાવી દીધા છે. મથુરા પોલીસ સ્ટેશનમાં અમારી સામે ખોટી ફરિયાદ સંદર્ભે અમે આજે આઇ.જી.ને પણ મળ્યા હતા તેઓએ આ કેસમાં નિષ્પક્ષ તપાસની ખાત્રી અમને આપી છે.'


Google NewsGoogle News