Get The App

શિક્ષણ સમિતિમાં બહારથી બદલી થઈ શિક્ષકો આવતા પગારખર્ચ વધ્યો

ગયા વર્ષ કરતા બજેટમાં ૩૩ કરોડ વધારો ૨૩૧.૭૫ કરોડના બજેટ અંગે આજે બેઠક

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
શિક્ષણ સમિતિમાં બહારથી બદલી થઈ શિક્ષકો આવતા પગારખર્ચ વધ્યો 1 - image

વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ષ ૨૦૨૪-૨૫ ના નાણાંકીય વર્ષની બજેટ બેઠક શિક્ષણ સમિતિ ખાતે આવતીકાલે મળી રહી છે. આ બજેટ આશરે ૨૩૧.૭૫ કરોડનું હોવાનું જાણવા મળ્યું છે.

સરકારના ફાળે ૮૦% પ્રમાણે ૧૪૯.૮૭ કરોડ તથા વડોદરા મહાનગરપાલિકા ફાળે (૨૦% + ૧૦૦%) પ્રમાણે ૮૧.૮૭ કરોડ મળી કુલ ૨૩૧.૭૫ ની આવક તથા ખર્ચનું અંદાજપત્ર તૈયાર થયું હોવાનું જાણવા મળે છે. જોકે બજેટ બેઠકમાં ચર્ચા દરમિયાન ખર્ચ અને આવકના અંદાજમાં થોડો ઘણો ફેરફાર થાય તેવી પણ શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સમિતિના ગયા વર્ષનું એટલે કે વર્ષ ૨૦૨૩-૨૪ નું બજેટ ૧૯૮.૫૦ કરોડનું હતું જેની સામે આ વખતે આશરે ૩૩ કરોડ વધુ છે. આ વખતે શિક્ષણ સમિતિમાં બહારથી બદલી થઈને અસંખ્ય શિક્ષકો આવતા તેમજ પગાર - ભથ્થા અને અન્ય ખર્ચાથી મહેકમમાં વધારો થયો છે. ગયા વર્ષે બજેટમાં સરકારના ૮૦% ફાળા પ્રમાણે ૧૨૮ કરોડ હતા, જ્યારે કોર્પોરેશનના (૨૦% + ૧૦૦%) પ્રમાણે ૬૯ કરોડ હતા. હાલ શિક્ષણ સમિતિની ૧૨૦ થી વધુ શાળાઓમાં બાલમંદિરથી માંડીને ધોરણ આઠ સુધીના આશરે ૫૦ હજાર બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષણ સમિતિનું નવા નાણાકીય વર્ષનું બજેટ સમિતિની સામાન્ય સભામાં મંજૂર થયા બાદ અંતિમ મંજૂરી માટે વડોદરા કોર્પોરેશનને મોકલી આપવામાં આવશે. કોર્પોરેશનની બજેટ બેઠક વખતે જ્યારે કોર્પોરેશનનું બજેટ મંજૂર થશે, ત્યારે શિક્ષણ સમિતિનું બજેટ પણ મંજૂર કરવામાં આવે છે.


Google NewsGoogle News