કેનેડાના વિઝા નહીં કાઢી આપી સાઈ કન્સલ્ટન્સીના ઠગ પિતા-પુત્રે મહિલા પાસેથી 2.10 લાખ પડાવ્યા
image : Freepik
વડોદરા,તા.9 જાન્યુઆરી 2024,મંગળવાર
વિદેશ મોકલવા માટેના વિઝા નહીં કાઢી આપી રૂપિયા ચાલુ કરી લેનાર સાઈ કન્સલ્ટન્સીના પિતા પુત્ર સામે વધુ એક ઠગાઈની ફરિયાદ નોંધાય છે. છાણીમાં રહેતી મહિલાને કેનેડાના વર્ક પરમીટ વિઝા કાઢી આપવાનું કહી પિતા અને પુત્રએ 2.10 લાખ પડાવી લીધા હતા. પરંતુ કોઈ કેનેડાની ફાઈલ તૈયાર કરી ન હોય તેમની પાસે રૂપિયા પરત માંગના છતાં તેઓ રૂપિયા પરત આપતા ન હતા કે વિઝા નહિ બનાવી આપી છેતરપિંડી આચરી હતી. પિતા પુત્રએ નિઝામપુરાની ઓફિસ બંધ કરી મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો હતો.
શહેરના છાણી જકાતનાકા પાસેના સારથી ફ્લેટમાં રહેતા રેગીના પ્રકાશ પરીખ ભઇલાલ અમીન હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરું છુ. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2022માં મારે વિદેશ મુકામે નોકરી કરવા માટે જવુ હોય વિદેશ જવા માટેના વિઝીટર વિઝા તેમજ વર્ક પરમીટ માટેની પ્રોસેસ કરતા એજન્ટની તપાસ કરતી હતી. દરમ્યાન નિઝામપુરામાં આવેલી સાંઈ કન્સલન્ટસીના માલીક રાજેન્દ્ર એમ. શાહ વિદેશ નોકરી કરવા માટે મોકલતા હોવાનું જાણવા મળ્યું હતું. મે નિઝામપુરા ડિલક્ષ ચાર રસ્તા પાસે આવેલી સાંઇ કન્સલન્ટસીના માલીક રાજેન્દ્ર શાહ તથા તેમનો દિકરો રીંકેશ શાહને તેઓની ઓફીસે મળ્યા હતા. તેઓને મારે વિદેશ નોકરી કરવા માટે જવાનુ છે તેની વાત કરતા તેઓએ મને રૂ.12 લાખમાં કેનેડા મુકામેના વર્ક પરમિટ વિઝા અપાવવાની વાત કરી હતી. જેમા તેઓએ 6 લાખ મને આપવાનું કહ્યું હતું. જે
થી અમે તમોને કેનેડાના વિઝીટર વિઝા કરી આપીશ અને કેનેડા મોકલી આપીશ જ્યા તમારે રહેવા જમવાનુ ફ્રી રહેશે અને કેનેડા પહોંચ્યા બાદ તમારે બીજા રૂ.6 લાખ કેનેડા મુકામે જાવ અને ત્યાં નોકરી ઉપર લાગી જાવ ત્યારે આપવાના રહેશે. મારે કેનેડા મુકામે નોકરી માટે જવાનુ હોય ટૂકડે ટૂકડે 2.10 લાખ ચૂકવી દીધા હતા. એજન્ટ પિતા પુત્રને નાણાની ચુકવણી થયા બાદ તેઓએ મને ત્રણ મહિનાની અંદરમાં કેનેડા ખાતે મોકલી આપવા અંગેની બાહેધરી આપેલ હતી પરંતુ ત્રણ મહિના સુધીમાં તેઓએ મારી કેનેડા મુકામે મોકલવાની ફાઇલ તૈયાર કરેલ ન હતી. ત્યારબાદ પણ મે અવાર-નવાર તેઓની ઓફીસે જઈ કેનેડા મુકામેના વિઝા અંગેની પુછતા તેઓ મને ગલ્લા-તલ્લા કરતા જતા. એકાદ મહિનામાં થઇ જશે તેમ કહ્યું હતું પરંતુ તેઓએ આજદિન સુધીમાં પણ મારી કેનેડા ખાતેની ફાઇલ તૈયાર કરી ન હોય જેથી મે મારા નાણા પરત માંગતા આ રાજેન્દ્ર શાહએ તેમની બેક ઓફ બરોડાનો રૂ.2.10 લાખનો ચેક મને આપ્યો હતો. જે ચેક મે મારી બેંકમાં જમા કરાવતા તેમના ખાતામાં બેલેન્સ ન હોય જેથી ચેક બાઉન્સ થયો હતો તે બાદ પણ મે રાજેન્દ્ર શાહ ત થા તેમનો દિકરો રીકેશ શાહને અવાર-નવાર અમારા નાણા પરત આપવા જણાવતા હતા તેમ છતા તેઓએ અમોને મારા નાણા મને પરત આપતા નથી અને નિઝામપુરા ડીલક્ષ ચાર રસ્તા વાળી સાંઈ કન્સલન્સીની ઓફીસ પણ બંધ થઇ ગઇ છે. ફતેગંજ પોલીસ ઠગ એજન્ટ પિતા પુત્ર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.